મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

રાજકોટની વૃદ્ધાની ચાડધ્રા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનારા બે સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ


SHARE















રાજકોટની વૃદ્ધાની ચાડધ્રા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનારા બે સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

 મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ચાડધ્રા ગામે રાજકોટના માધાપર ગામ વિસ્તારની અંદર રહેતા વૃદ્ધાની જમીન આવેલ છે જે જમીનમાથી છ વીઘા જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને વૃદ્ધાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી જેના આધારે હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટના માધાપર ગામ પાસે શેઠ નગર સોસાયટી બ્લોક નંબર ૧૩૬ માં રહેતા બનુભા વિસાભાઈ ગઢવી (ઉંમર વર્ષ ૬૦) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રામાં રેલવે કોલોની પાછળના ભાગમાં આવેલ વણકર વાસમાં રહેતાં માવજીભાઈ ત્રીકમભાઈ જાદવ અને જેઠાભાઇ ત્રીકમભાઈ જાદવની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે તેમણે જણાવ્યું છે કે તેઓની ચાડધ્રા ગામે સર્વે નંબર ૬૩ ની ખેતીની જમીન આવેલ છે જે જમીન એ-૪-૩૬ ગૂઠા વાળી છે તેમાં આશરે છ વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર આ બંને આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને આજ દિવસ સુધી દબાણનો કબજો ચાલુ રાખેલ છે જેથી કરીને વૃદ્ધાની ફરિયાદ લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરે છે આ બનાવની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપધ્યાય અને તેની ટીમ કરી રહી છે




Latest News