મોરબીમાં કાલથી લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ
29-06-2021 10:33 AM
SHARE
JOIN OUR GROUP
મોરબીમાં કાલથી લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ
મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ દરમિયાન ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ થશે તેવું મોરબી શ્રી લોહાણા વિદ્યાતેજક ફંડના મંત્રી નિર્મિત કક્કડે જણાવ્યુ છે
મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૩૦-૬ બુધવાર થી દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતેથી કરવામા આવશે. જેમા વિદ્યાર્થીએ વર્ષ ૨૦૨૦ની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. તેવું ગીરીશભાઈ ઘેલાણી તથા નિકુંજભાઈ કોટકે યાદીમા જણાવ્યુ છે.