મોરબીમાં કાલથી લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ
મોરબી જિલ્લાનું પુરવઠા તંત્ર ખાડે..? : અંધેર નગરી જેવો ઘાટથી રેશનકાર્ડ ધારકોમાં રોષ
SHARE
મોરબી જિલ્લાનું પુરવઠા તંત્ર ખાડે..? : અંધેર નગરી જેવો ઘાટથી રેશનકાર્ડ ધારકોમાં રોષ
ગુજરાત સરકાર ગરીબોને સસ્તુ અનાજ મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ અધીકારીઓની અણઆવડત અને બેદરકારીને લીધે અનાજનો જથ્થો ખરા જરૂરીયાતમંદો સુધી પહોંચી શકતો નથી તેમજ ઘણી વખત સમયસર અનાજનો જથ્થો મળતો નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે.
મોરબી શહેરના સ્સતા અનાજની દુકાનોના દુકાનધારકો સમયસર દુકાનો ખોલતાં નથી એવી પણ ફરિયાદો ગ્રાહકો તરફથી મળી રહી છે.ગ્રાહકોને બીલ આપતા નથી.અનેક દુકાનો ચાર્જમાં ચાલે છે તો ઘણી દુકાનો પેટામાં ચાલે છે..! વસ્તી પ્રમાણે નવી દુકાનો ખોલવામાં આવતી જેના કારણે લોકોએ ૮ થી ૧૦ કિલોમીટર દૂર વસ્તુઓ લેવા જવું પડે છે એવી ફરિયાદ મળતી હોવા છતા નવી દુકાનો તંત્ર દ્વારા ખોલવામાં આવતી નથી. છેલ્લા એક વર્ષમાં કોઇપણ અધિકારીએ સસ્તા અનાજની દુકાને જઇને સરપ્રાઇઝ ચેકીંગ કરી હોય અને જવાબદારો સામે પગલાં લીધા હોય તેવું જણાતું નથી અને જો કોઇ કાર્યવાહી કરી હોય તો તેની કોઈ ગેરરીતી હોય તો સમયસર કેસ ચલાવવામાં પણ આવતો નથી. સામાન્ય દંડ કરીને કેસ પૂર્ણ કરી દેવામાં આવતો હોય છે જેથી કરીને સસ્તા અનાજના દુકાનદારોમાં ભય રહેતો નથી અને તેઓ બેફામ બનીને લોકોને હેરાન કરતા હોય તેવું ધ્યાને આવેલ છે. દુકાનદારોને મોટો દંડ થતો નથી અને સામાન્ય દંડ કરવામાં આવે છે જેનાથી દુકાનદારને કોઈ નુકસાન થતું નથી આવું થવાથી તંત્રનો ભય રહેતો નથી અને લોકો હેરાન થઇ રહ્યા છે. મોરબી જિલ્લા પુરવઠા તંત્ર એટલુ ખાડે ગયેલ છે કે જેની કોઈ સીમા નથી.
લાગતા વળગતા દુકાનદારો પાસે ઘણા રેશનકાર્ડ હોય છે જ્યારે સામાન્ય દુકાનદાર પાસે ફક્ત ૨૦૦-૩૦૦ રેશનકાર્ડ જ હોય છે અને તેના લીધે તેમને પુરતુ વળતર મળતુ નથી તેવી ફરિયાદો મળી રહી છે.આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. આ વિસ્તારની પ્રજા હેરાન થઈને તોબા પોકારી ગયેલ છે તેથી અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાકાર પી.પી.જોષી દ્વારા ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવામાં આવશે અને જવાબદારો સામે પગલા લેવામાં આવે તે માટે પણ તેઓ ઉચ્ચ અધીકારીઓ અને પુરવઠા વિભાગના પદાધીકારીઓને રજૂઆતો કરશે તેમ પી.પી.જોષીએ યાદીમાં જણાવ્યું છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”