મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે ડિજિટલ માધ્યમથી આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ભૂલી પડી ગયેલ મહીસાગરની વૃધ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
SHARE
મોરબીમાં ભૂલી પડી ગયેલ મહીસાગરની વૃધ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબીના વીસીપરા વિસ્તારમાથી વૃધ્ધ મહિલા મળી આવી હતી અને તે અહીનું સરનામું ભૂલી ગયેલ હતી જો કે તે મહીસાગર જીલ્લામાથી આવી હોવાની માહિતી તેનું પૂછપરછમાં સામે આવી હતી જેથી કરીને પોલીસે તપાસ કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે આ વૃદ્ધ મહિલાને તેના દીકરા પાસે પહોચાડી આપેલ છે
મોરબી સીટી બી ડીવીજેએચએન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વીસીપરા કેશ્વાનંદબાપુના આશ્રમ પાસેથી વયવૃધ્ધ મહીલા રમીલાબેન પ્રતાપસિંગ સુમાસિંહ નાયક (ઉ.૬૦) રહે. નસલાઇ તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર વાળા મળી આવેલ હતા જેની જાણ અલીભાઇ દાઉદભાઇ માલાણી જાતે મીયાણા (ઉ.૨૫) રહે રમેશ કોટન મીલની ચાલી વીસીપરા વાળાઓએ બી ડિવિઝન પોલીસને કરી હતી જેથી તે વયવૃધ્ધ મહીલાની બીટ જમાદાર વશરામભઇ મેતા અને રાઇટર કિશનભાઈ મોટાણીએ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, તેઓ મોરબીમાં કોઇ કંપનીમાં પોતાના દીકરા સુરમા પ્રતાપસિંહ સાથે કામે આવેલ હતા અને મહીલા કંપનીમાંથી ચાલીને નીકળેલા બાદ સરનામુ નહી મળતા તેઓને સખી વન સ્ટોપ સેન્ટરમા રખેલ હતા અને તેઓના લગતા વળગતાનો સંપર્ક કરી વૃધ્ધ મહીલાના દીકરા સુરમાભાઇ પ્રતાપભાઇ નાયક જાતે.ભીલ હાલ રહે. એ.જે.માઈક્રોન્સ કારખાનામાં લક્ષમીનગર બાયપાસ વાળાને સોંપેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”