મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે ડિજિટલ માધ્યમથી આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો


SHARE





























મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે ડિજિટલ માધ્યમથી આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લાકક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ મોર્બ જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ મારફતે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં આંગણવાડી કુલ ૧૮,૦૦૦થી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવશે.

મોરબી આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓના હસ્તે ગણવેશ તથા હાઇજીન કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કેગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના  ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ છે. રાજ્ય ભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર રાજય ગુજરાત છે. રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૩૬ કરોડ ૨૮ લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. 

કોરોનાકાળ દરમ્યાન રાજ્યના  ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે ૧ કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કરવામાં આવી છે. કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણપત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. મોરબી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ  શિહોરાજિલ્લા કલેકટર જે.બી. પટેલજિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવનિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીનાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલઅગ્રણી જીગ્નેશભાઈ કૈલાજિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનઓ અને તેના અધ્યક્ષઓઆઇ.સી.ડી.એસના જિલ્લા પ્રોગામ ઓફિસર કોમલબેન ઠાકર તથા તેમનો સ્ટાફ અને નાના બાળકો અને તેના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
















Latest News