મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલી પડી ગયેલ મહીસાગરની વૃધ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE















મોરબીમાં ભૂલી પડી ગયેલ મહીસાગરની વૃધ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીના વીસીપરા વિસ્તારમાથી વૃધ્ધ મહિલા મળી આવી હતી અને તે અહીનું સરનામું ભૂલી ગયેલ હતી જો કે તે મહીસાગર જીલ્લામાથી આવી હોવાની માહિતી તેનું પૂછપરછમાં સામે આવી હતી જેથી કરીને પોલીસે તપાસ કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે આ વૃદ્ધ મહિલાને તેના દીકરા પાસે પહોચાડી આપેલ છે
 

મોરબી સીટી બી ડીવીજેએચએન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વીસીપરા કેશ્વાનંદબાપુના આશ્રમ પાસેથી વયવૃધ્ધ મહીલા રમીલાબેન પ્રતાપસિંગ સુમાસિંહ નાયક (ઉ.૬૦) રહે. નસલાઇ તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર વાળા મળી આવેલ હતા જેની જાણ અલીભાઇ દાઉદભાઇ માલાણી જાતે મીયાણા (ઉ.૨૫) રહે રમેશ કોટન મીલની ચાલી વીસીપરા વાળાઓએ બી ડિવિઝન પોલીસને કરી હતી જેથી તે વયવૃધ્ધ મહીલાની બીટ જમાદાર વશરામભઇ મેતા અને રાઇટર કિશનભાઈ મોટાણીએ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કેતેઓ મોરબીમાં કોઇ કંપનીમાં પોતાના દીકરા સુરમા પ્રતાપસિંહ સાથે કામે આવેલ હતા અને મહીલા કંપનીમાંથી ચાલીને નીકળેલા બાદ સરનામુ નહી મળતા તેઓને સખી વન સ્ટોપ સેન્ટરમા રખેલ હતા અને તેઓના લગતા વળગતાનો સંપર્ક કરી વૃધ્ધ મહીલાના દીકરા સુરમાભાઇ પ્રતાપભાઇ નાયક જાતે.ભીલ હાલ રહે. એ.જે.માઈક્રોન્સ કારખાનામાં લક્ષમીનગર બાયપાસ વાળાને સોંપેલ છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News