મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની લેન્ડ ગ્રેબીગના ગુનામાં ધરપકડ
હળવદના દેવીપુરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ઝેરી અસર થયેલ વૃધ્ધનું સારવારમાં મોત
SHARE
હળવદના દેવીપુરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ઝેરી અસર થયેલ વૃધ્ધનું સારવારમાં મોત
હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરતા વૃધ્ધને ઝેરી અસર થઇ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ દેવીપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા દયારામભાઈ દેવજીભાઈ જાદવ (૫૮) પોતાના ખેતરની અંદર તારીખ ૨૭/૬ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઘાસ બાળવ માટે જંતુનાશક દવાનો છટકાવ ખેતરમાં કરી રહ્યા હતા ત્યારે તેઓને જંતુનાશક દવાની અસર થઈ હતી જેથી કરીને તેઓની તબીયત લથડતા તેઓને પ્રથમ મોરબી સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિનરજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા દયારામભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ફીનાઇલ પીધું
માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા પુજાબેન આનંદભાઈ કાનગડ (ઉમર ૨૫) નામની મહિલાએ પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ લેતા તેને માળીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને તેનો લગ્ન ગાળો ચાર માસ હોય તેમજ સાસુ-સસરા સાથે રહેતા હોય પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે
વરલી જુગાર
મોરબી તાલુકાના મકનસર ગામ રામજી મંદિર ચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે બળવંતભાઈ સવજીભાઈ ઝિંઝુવાડીયા જાતે કોળી (ઉંમર ૩૭) રહે મકનસર વાડા વરલી જુગાર આંકડા લેતા હોય તેની પાસેથી રોકડા રૂપિયા ૨૬૧૦ કબજે કરીને પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમા ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા જીવણભાઈ બાવજીભાઈ ચાવડાના બાઇક નંબર જીજે ૩ ઇજી ૩૨૭૬ ને ટ્રક નંબર એનએલ ૧ કયુ ૪૬૯૧ ના ચાલકે અડફેટે લીધું હતુ અને જીવણભાઈને ફ્રેકચર જેવી હાથમાં ઈજા કરી હતી.ત્યાર બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક રેઢી મૂકીને નાસી ગયો હતો જેથી કરીને ઇજાગ્રસ્તના ભાઈ દિનેશભાઈ આલાભાઇ ચાવડા (ઉંમર ૨૭) રહે સોઓરડી મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરીયાલાલ પ્લાઝા પાસેથી કાર લઈને વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ચરણરાજસિંહ ઝાલા (૨૩) પસાર થતા હતા ત્યારે તેની કારને ડમ્પરના ચાલકે અડફેટે લીધી હતી જેથી કરીને તેઓને કપાળના ભાગે પાંચ ટકા આવ્યા હતા અને હાથે-પગે શરીરે ઈજાઓ થઈ હતી તેમજ કારમાં મોટું નુકસાન થયું હતું જેથી કરીને ભોગ બનેલા ચરણરાજસિંહે ડમ્પર ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”