મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની લેન્ડ ગ્રેબીગના ગુનામાં ધરપકડ
SHARE
મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની લેન્ડ ગ્રેબીગના ગુનામાં ધરપકડ
મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં બંને પૂજારીઓએ આગોતરા જામીન માટેની કોર્ટે અરજી ફગાવી દેતા હાલમાં બંને આરોપી ધરપકડ કરેલ છે.
મોરબીના જડેશ્વર મદિરના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો છે અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી કોર્ટમાં આરોપીઓની આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી ત્યાર બાદ પોલીસે લેન્ડ ગ્રેબીગના ગુનામાં હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીની ધરપકડ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”