મોરબીની સરકારી પ્રાથમિક શાળામાં પોતાના સંતાનોને પ્રવેશ અપાવતા શિક્ષકો
રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકની જગ્યા તાત્કાલિક ભરો : પી.પી.જોષી
SHARE
રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકની જગ્યા તાત્કાલિક ભરો : પી.પી.જોષી
મોરબી જિલ્લો બની ગયાને ૮ વર્ષથી વધુ વર્ષ થઈ ગયા છે છતાં પણ એસટી નિગમ દ્રારા જીલ્લા પ્રમાણે સુવિધા આપવામાં આવતી નથી તે હકીકત છે. એસટી વિભાગમાં રાજકોટ ખાતેના વિભાગીય નિયામકની ભુજ ખાતે બદલી થઈ જતાં આ જગ્યા ખાલી પડી છે અને તે જગ્ય ઘણા સમયથી ચાર્જમાં જ ચાલી ચાલી રહી છે..! જેથી ચાર્જમાં રહેલ અધિકારીઓ નીતિવિષયક નિર્ણય લઈ શકતા નથી અને પ્રજા તેના લીધે પરેશાની થતી હોય તેવું જોવા મળે છે માટે મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને પુરવઠા વિભાગના સલાહકાર પી.પી. જોશીએ હાલમાં મોરબી-રાજકોટ વચ્ચે ખૂબ મોટો ટ્રાફિક રહે છે તેને લઇને અપુરતી બસોના લીધે લોકોને અગવળ પડી રહી છે તેને લઈને તાત્કાલિક રાજકોટ એસટી વિભાગીય નિયામકની નિમણૂક તાત્કાલીક કરવામાં આવે અને મોરબી-રાજકોટની વચ્ચે વધુ બસો મુકવામાં આવે અને તે બસો સમયસર ચાલે તેવી માંગ કરી છે.જેના લીધે મુસાફર જનતા પરેશાન ન થાય અને પ્રાઇવેટ વાહનો તરફ ન વળે અને મોંઘાદાટ ભાડા ખર્ચવા ન પડે તેમજ જાનના જોખમે મુસાફરી ન કરવું પડે તેમજ એસટી નિગમને પણ ભાળાની આવક થાય એ માટે પગલાં લેવામાં આવે તેવી તેઓ દ્રારા માંગ કરવામાં આવી છે.
હાલમાં પ્રાઇવેટ વાહનોમાં મોંઘાદાટ ભાડા ખર્ચીને જાનના જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એસટી નિગમમાં મોરબી-રાજકોટ વચ્ચેનો ટ્રાફિક બીજા નંબર ઉપર આવે છે છતાં પણ એસ.ટી.ના અધિકારીઓ મોરબી-રાજકોટ વચ્ચે વધુ બસો દોડે એવી સુવિધા કરતા નથી. જેના લીધે લોકોએ હેરાનગતિ ભોગવી પડે છે. જો આ રોડ ઉપર દર કલાકે મીનીબસ ચાલુ કરવામાં આવે તો પણ એસટી નિગમને ખૂબ મોટી આવક થાય તેમ છે. પરંતુ તે થતું ન હોવાને લીધે લોકોએ ઘેટા-બકરાની જેમ જીવના જોખમે ખાનગી વાહનોમાં પરિવહન કરવું પડે છે. પરંતુ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકની જગ્યા ખાલી છે તેના લીધે ખાતાકીય તેમજ નીતિ વિષયક આવા નિર્ણયો લઈ શકાતા નથી તેમજ આ રાજકોટ ડિવિઝન હેઠળ નવ જેટલા ડેપોનું સંચાલન થતું હોય છે છતાં આવી મહત્વની જગ્યા ચાર્જમાં ચાલે છે..! અને તે પણ કેટલાક સમયથી તે પણ તપાસનો વિયષ હોય તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને એસટી નિગમને પણ આવી રીતે ખૂબ મોટું નુકસાન જઇ રહ્યુ છે માટે મોરબીના પી.પી.જોષીએ આ ખાલી જગ્યા અને તાત્કાલીક ભરવામાં આવે તેવી એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”