મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીની મહિલાની ચેટિંગના કેસમાં મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ


SHARE















મોરબીની મહિલાની ચેટિંગના કેસમાં મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ

મોરબીની રહેવાથી મહિલાની હાલમાં મહારાષ્ટ્ર રાજયના નાંદેડ પોલીસ દ્વારા છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જાવેદખાન દ્રારા છેતરપીંડીના ગુનામાં હાલમાં મોરબીના રહેવાસી ધર્મિષ્ઠાબેન જેવીનભાઇ મજેઠીયા (૩૫) રહે.મોરબી સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૭૦૧ ની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ છેતરપિંડીના ગુનામાં હાલમાં કલમ ૪૨૦ સહિતની કલમો હેઠળ મોરબીના ધર્મિષ્ઠાબેન મજેઠીયાની મહારષ્ટ્રના નાંદેડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના કેરાળા ગામે ગામના પાટિયા પાસે હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈર્શાદ બાબુદિનભાઈ ખાન (૩૨) રહે સોમકા પહારી ભરતપુર રાજસ્થાન વાળાને અકસ્માતે ઇજા પહોંચી હતી. તે પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે કેરાળા ગામના પાટિયા પાસે વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં તેને ઈજા થતાં ઇર્શાદભાઇ ખાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના એલ.એમ.બારૈયાએ બનાવની તપાસ હાથ ધરી છે.જયારે કચ્છના અંજાર તાલુકામાં આવેલ ખારોઈ ગામના વતની જયેશભાઈ વેલાભાઈ રબારી નામના ૨૫ વર્ષના યુવાનને મોરબી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા રેહાનાબેન સમસુદ્દીનભાઈ મકરાણી નામની ૨૭ વર્ષીય મહિલાએ તેના ઘેર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News