ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ વિદાય કાર્યક્ર્મ યોજાયો
મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”
SHARE
મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”
"મારું ગામ, હરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડીએથી ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકમપરમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ નિશુલ્ક બે થી ત્રણ રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવ્યા હતા સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જે રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કર્યું છે અને વાડી વિસ્તાર તેમજ નર્મદા કેનાલને કારણે પાણીની છતવાળા આ ગામમાં ખેડૂતો ખારેક, લીંબુ જેવા ફળાઉ વૃક્ષોની ખેતી તરફ વળેલ છે. આવા જાગૃત ગામમાં મુક્તિધામ, રામદેવપીર મંદિર, ખેતરપાળ, તળાવ, નિશાળ જેવા અલગ અલગ જાહેર સ્થળોએ હજારોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેરે થયો છે. આ ગામમાં ઔષધબાગ પણ છે. ત્યારે આગામી દિવસોમાં પોતાના સ્વજનોની સ્મૃતિમાં અન્ય ગામોમાં આવું રચનાત્મક આયોજન કરવું હોય તો વધુ માર્ગદર્શન અને આયોજન માટે પ્રાણજીવન કાલરિયાને મો. ૯૪૨૬૨ ૩૨૪૦૦ નો સંપર્ક કરવાં માટે જણાવ્યુ છે