મોરબીમાં માલિકીના પ્લોટ ઉપર કબ્જો કરનારા ત્રણ શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
મોરબીમાં જુગારની ચાર રેડમાં છ જુગારી ઝડપાયા
SHARE
મોરબીમાં જુગારની ચાર રેડમાં છ જુગારી ઝડપાયા
મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર બે-ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરતા ભારતીય ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૫૩૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત બીજી ત્રણ રેડ કરીને ચાર જુગારીને પકડવામાં આવ્યા છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટ વિસ્તારની અંદર આવેલ શેરી નંબર બે ત્રણની વચ્ચે જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવા આવતા અવેશભાઈ અનવરભાઇ પીપરવાડીયા જાતે પીંજારા (ઉંમર વર્ષ ૨૦) રહે રણછોડનગર અને શબ્બીરભાઈ કાસમભાઈ કાસમાણી જાતે મેમણ (ઉંમર વર્ષ ૨૧) રહે, લાતી પ્લોટ-૧૪, ખ્વાજા પેલેસ વાળા ભારતીય ચલણી નોટના આધારે જુગાર મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૧૫૩૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આવી જ રીતે મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારની અંદર શેરી નંબર-૨ માં જુગાર રમતા હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કનકકુમાર હીરાલાલ પેથાણી (ઉંમર વર્ષ ૬૦) રહે, સુપર ટોકીઝ અને યુનુસભાઈ નથુસા શાહમદાર જાતે ફકીર (ઉંમર ૩૪) રહે મકરાણીવાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર સુરજબાગ પાસે જુગારની રેડ કરતા ત્યારે આરીફ મુસ્તાકભાઈ બ્લોચ જાતે મકરાણી (૪૧) રહે, મકરાણીવાસ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી કરેલ છે અને મોરબીના નહેરુગેઇટ પાસે આવેલ મોરબી પ્લાઝા નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સરફરાજ રજાકભાઈ શેખ જાતે સિપાહી (ઉંમર વર્ષ ૨૨) રહે, સિપાહીવાસ વાળાની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી ૨૧૦ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”