વાંકાનેરના રસિકગઢ ગામની સીમમાંથી ખેડૂતના બાઈકની ચોરી
SHARE
વાંકાનેરના રસિકગઢ ગામની સીમમાંથી ખેડૂતના બાઈકની ચોરી
વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની સીમમાં પાર્ક કરીને મુકવામાં આવેલ ખેડુતના બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને ભોગ બનેલા ખેડુતે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના બાઈક ચોરી થવા અંગેની ફરીયાદ નોંધાવી છે માટે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા અને ખેતી તેમજ પોલ્ટ્રીફાર્મનું કામકાજ કરતા ઈર્શાદભાઈ વલીમામદ ભાઈ માથકીયા (૪૦) નું બાઇક નં જી જી ૩૬ કે ૮૪૩૯ પોતાની વાડી પાસે જવાના રસ્તા પાસે રાખ્યું હતું જે બાઈકને કોઈ અજાણ્યો શખ્શ ચોરી કરી ગયેલ છે જેથી કરીને તેઓ બાઈક ચોરી અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”