મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે ૮.૧૦ લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ
“રેકોર્ડ બ્રેક”: મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ખાનગી સ્કૂલ છોડીને ૧૪૫૨ વિદ્યાર્થીઓએ લીધો સરકારી શાળામાં પ્રવેશ
SHARE
“રેકોર્ડ બ્રેક”: મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ખાનગી સ્કૂલ છોડીને ૧૪૫૨ વિદ્યાર્થીઓએ લીધો સરકારી શાળામાં પ્રવેશ
વર્તમાન સમયમાં કોરોનાએ ઘણા લોકોના ઘરના બજેટને વેરવિખેર કરી નાખ્યા છે ત્યારે ખાનગી કંપનીમાં નોકરી કરનારા કે પછી સરકારીમાં નોકરી કરનાર પરિવારો પણ તેના સંતાનોના શિક્ષણ પાછળ થતા ખર્ચને ઘટાડવા માટેની વ્યવસ્થા કરી છે જેથી કરીને મોરબી જીલ્લામાં ઘણા વાલીઓ દ્વારા ચાલુ વર્ષથી જ શિક્ષણ પાછળ વર્ષ દરમ્યાન જે ખર્ચ થાય છે તેને બચાવવા માટે તેના સંતાનોને ખાનગી શાળાઓમાંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં એડમીશન અપાવ્યા છે જેથી આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધુ એટલે કે ૧૪૫૨ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે
છેલ્લા વર્ષોથી જોતાં આવીએ છીએ કે મોટાભાગના વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવાના બદલે ખાનગી શાળાઓમાં મોકલે છે કેમ કે, લોકોની આર્થિક સમૃદ્ધિ છેલ્લા વર્ષોમાં વધી છે જો કે, શિક્ષણ દિનપ્રતિદિન મોંઘુ બની રહ્યું છે જેથી દરકે વાલીઓને ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી ભરવી પરવડે તેમ હોતું નથી તેવામાં કોરોનાના લીધે છેલ્લા સવા વર્ષ કરતાં વધુ સમયથી કામ કાજ ઠપ્પ જેવુ છે જેથી કરીને મોરબી જીલ્લામાં ઘણા વાલીઓના આર્થિક બજેટ બગડી ગયા છે માટે તેના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને સરકારી શાળામાં બેસાડે છે જો ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ શૈક્ષણિક વર્ષથી મોરબી જીલ્લામાં આવતા પાંચેય તાલુકામાંથી જુદીજુદી ખાનગી શાળાઓમાંથી ૧૪૫૨ થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં આવ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ ખાનગી શાળાઓને છોડીને ઘણા વિદ્યાર્થીઓને તેના વાલીઓએ સરકારી શાળામાં એડમીશન અપાવે તેવી શક્યતા છે
પહેલાના સમયમાં સરકારી શાળાઓમાં ખાનગી શાળા જેવી ભૌતિક સુવિધાઓ ન હતી જો કે, સરકારે છેલ્લા વર્ષોમાં કમ્યુટર વડે શિક્ષણ, કસોટી તેમજ ટ્રાન્સપોર્ટશન સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને આપી છે જેથી વિદ્યાર્થીઓને ખાનગી શાળામાંથી ઉઠાવીને વાલીઓ સરકારી શાળાઓમાં મુકવા લાગ્યા છે તે હક્કિત છે હાલમાં જીલ્લાની ઘણી ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ લઇ રહ્યા છે ગત વર્ષે ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાથી સરકારી શાળામાં આવ્યા હતા જો કે, ચાલુ વર્ષે તેના કરતાં પણ વધુ એટલે કે, અત્યાર સુધીમાં ૧૪૫૨ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે જો કે તેમાં સૌથી મહત્વની બાબતએ છે કે, સરકારી શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકો સહિતના શિક્ષિત લોકો હવે ખાનગી શાળાનો મોહ છોડીને તેને સંતાનોને સારા શિક્ષણ માટે સરકારી શાળામાં મૂકવા લગતા છે
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૫૯૬ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલ છે જેમાં એક થી આઠ ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે જો કે, આ વર્ષથી ધોરણ ૨ થી ૮ માં કુલ મળીને ૧૪૫૨ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમીશન લીધેલ છે આ ચમત્કાર થવા પાછળનું મુખ્ય કારણે એ છે કે, સરકારી શાળાઓમાં સુવિધા નથી હોતી, શિક્ષકો નથી હોતા વિગેરે વિગેરે જે માન્યતાઓ વાલીઓ સહિતના લોકોના મનમાં ઘર કરી ગઈ હતી તેને દુર કરવા માટે સરકાર તરફથી પૂરી સગવડો આપવામાં આવી રહી છે અને સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સંપાદનન કરવામાં સરકારી શાળાના આચાર્યો અને શિક્ષકો સફળ રહ્યા છે
વર્ષો પહેલા કેટલીક સરકારી શાળાઓ વિધાર્થીઓને ઝાંખી રહી હતી જો કે શિક્ષણ મોંઘુ થઇ રહ્યું હોવાથી વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં મુકવા લાગ્યા છે જેથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે પરંતુ વધતી જતી મોંઘવારી અને સરકારી શાળાઓમાં વધતી સુવિધાઓના લીધે ફરી પછી સરકારી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ગતિ પકડી છે અને મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં જેટલા બાળકો ખાનગી શાળાઓને છોડીને સરકારી શાળાઓમાં આવ્યા છે તેમાં હજુ પણ વધારો થાય તેમ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”