અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળીયા તાલુકા ટીમની કરાઇ રચના
SHARE
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળીયા તાલુકા ટીમની કરાઇ રચના
મોરબી કેશવકુંજ ખાતે જિલ્લા ટીમના મુખ્ય હોદેદારોની બેઠક મળેલ હતી જેમાં માળીયા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટીમની નવરચના કરવામાં આવી છે અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી જેમાં માળીયા તાલુકાના શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા માળીયા તાલુકાનાં અધ્યક્ષ તરીકે હરદેવભાઈ કાનગડ, મંત્રી તરીકે સુનિલભાઈ કૈલા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રાજેશભાઈ રાઠોડ, ઉપાધ્યક્ષ તરીકે રમેશભાઈ ચાવડા, સંગઠન મંત્રી તરીકે કે.કે.લાવડીયા વગેરેએ જવાબદારી સોપવામાં આવેલ છે આ ટિમના સભ્યોને જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, હિતેશભાઈ ગોપાણી, કિરીટભાઈ દેકાવડીયા, હિતેશભાઈ પાંચોટીયા વીગેરે મહાસંઘના કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”