હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેક્ટ સાથે નવા વર્ષની શરૂઆત
મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરનાર યુવતીને કંપનીના કામ સાથે કોઈ લેવાદેવા નથી.
SHARE
મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરનાર યુવતીને કંપનીના કામ સાથે કોઈ લેવાદેવા નથી.
મોરબીના બાયપાસ રોડ ઉપર ઉમા રિસોર્ટ પાસે આવેલ જુની આરટીઓ કચેરી પાસે થોડા દિવસો પહેલા યુવતીએ ડેમના પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને પોતાના અંગત કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતુ એવુ યુવતીના પિતાએ જણાવ્યું છે.
મોરબીના મચ્છુ -૩ ડેમમાં ધુબાકો મારીને યુવતીએ આપઘાત કર્યો હતો જેની બોડીને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાથી કાઢવામાં આવી હતી ત્યાર બાદ આપઘાત કરનાર યુવતીનું નામ બિપાશા હરેશભાઇ શાહ (ઉ.૧૯) રહે, મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ બોર્ડ પાસે હોવાનું સામે આવ્યું હતું અને મૃતક યુવતી વિવો મોબાઈલ કંપનીના સેલ્સ પ્રમોટર તરીકે નોકરી કરતી હતી અને તેને પોતાના અંગત કારણોસર અંતિમ પગલું ભરી લીધું છે તેવું મૃતક યુવતીના પરિવારજનો અને તેના પિતા હરેશભાઈ શાંતિભાઈ શાહે જણાવ્યુ છે અને આ બાબતને વિવો કંપનીના કામની સાથે કોઈ લેવાદેવા નથી.