મોરબીની તાલુકા શાળા નંબર-૧ ના શિક્ષિકા કૈલાશબાનો વિદાય સમારોહ યોજાયો
મોરબી કોર્ટે વીજચોરીના કેસમાં ઓઇલ મિલના બે ભાગીદારી ફટકારી એક વર્ષની સજા: ૩૬.૯૫ લાખનો દંડ
SHARE
મોરબી કોર્ટે વીજચોરીના કેસમાં ઓઇલ મિલના બે ભાગીદારી ફટકારી એક વર્ષની સજા: ૩૬.૯૫ લાખનો દંડ
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ઓઇલ મિલ ધરાવતા મિલના ભાગીદારો દ્વારા વીજ મીટરમાં ચેડાં કરવામાં આવ્યા હતા અને વીજચોરી કરવામાં આવતી હતી જેનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્ને આરોપીને એક વર્ષની સજા અને ૩૬.૯૫ લાખનો દંડ કર્યો છે
મોરબીના સરકારી વકીલ ડી.આર. આદ્રોજાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઈવે ઉપર શ્રીજી એસ્ટેટમાં શ્રીરામ ઓઈલ મિલના ભાગીદારો સામે થ્રી ફેઇઝ ઇન્ડસ્ટ્રીયલ હેતુના વીજ કનેક્શનનું વીજ બીલ સમયસર ભરવામાં આવતું ન હતું કેટી વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યું હતું ત્યારે વીજ મીટર ચેક કરવા માટે લેબોરેટરીમાં લઈ જવાના આવ્યું હતું ત્યારે મીટરની ચકાસણી કરાવતા તેમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને વીજ મીટરમાં બાહ્ય સાધનથી સર્કીટ વડે ડિસ્પ્લે કરી વીજ મીટરમાં નિયમિત રીતે નોંધાતો વીજ વપરાશને અટકાવ્યો હતો જેથી કરીને તેની સામે વીજ ચોરીનો ગુનો નોંધાયો હતો જે કેસ મોરબીની એડીશનલ સેસન્સ કોર્ટ એન્ડ સ્પેશ્યલ જજ ઈલેક્ટ્રીસીટી કોર્ટમાં જજ સી. જી. મહેતા સમક્ષ ચાલી ગયો હતો તેમાં સરકારી વકીલ ડી.આર. આદ્રોજા દ્વારા કરવામાં આવેલ દલીલો અને સરકાર તરફે રજુ થયેલ પુરાવાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી રોહિત ભગવાનજીભાઈ કકાસણીયા અને અવચર અમરશીભાઈ કકાસણીયાને એક વર્ષની સજા અને ૩૬,૯૫,૮૮૧નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા ફરમાવી છે