મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટરે આજે પણ સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા
SHARE
મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટરે આજે પણ સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા
હાલમાં આરટીઇના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય અથવા તો આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના હોય તે લોકોએ આધારકાર્ડ સેન્ટર ઉપર જાય છે ત્યારે મોરબીના તાલુકા સેવા સદનમાં આવેલ આધારકાર્ડ સેન્ટરમાં લોકોનો મેળો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને આધારકાર્ડ સેન્ટર પાસે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા થઈ ગયા હોય તેવો આજે પણ ઘાટ જોવા મળ્યો છે મોરબીના તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટર આવેલા છે ત્યાં આધાર કાર્ડ કઢાવવા માટે તેમજ તેમાં સુધારો કરાવવા માટે હાલમાં મોટી સંખ્યામાં લોકો આજે આવ્યા છે કેમ કે, ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના એડમિશન માટે આરટીઇના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં આધાર કાર્ડ આપવાનું હોય છે ત્યારે તેમાં ભૂલ હોય કે પછી આધાર કાર્ડ ન હોય તો ફોર્મ ભરી શકતું નથી જેથી કરીને લાલબાગમાં આવેલ તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડના કામ માટે લોકોની ભીડ એકઠી થાય છે જો કે, ૪૦ વ્યક્તિને જ ટોકન આપવામાં આવે છે જેથી કરીને બીજા લોકોને પાછું જવું પડે છે માટે લોકોએ યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે કેમ કે, વધુ લોકો ભેગા થાય તો સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા થતાં હોય છે ત્યારે અધિકારી દ્વારા આંખ આડા કાન કરવાના બદલે લોકો હેરાન ન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે