મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
SHARE
મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
મોરબી નજીકના લખધીરપુર રોડ પર આવેલ સિરામિકના કારખાનામાં શેડ ઉપર પતરાનું કામ કરી રહેલ યુવાન પતરુ તુટતા ઉપરથી અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો જોકે રાજકોટ ખાતે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યુ હતુ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી વીસીપરા વિસ્તારની અંદર રેલવે સ્ટેશન પાછળ ખાડામાં આદમભાઈ ઘાંચીના મકાનમાં રહેતા આરીફભાઈ અલારખાભાઈ બ્લોચ જાતે ફકીર (ઉંમર વર્ષ ૨૩) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ પર આવેલ જેકસ સિરામિકમાં સેડ ઉપર ચડીને કામ કરી રહ્યો હતો ત્યારે પતરુ તૂટી પડતાં તે અકસ્માતે નીચે પડ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પ્રથમ સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”