માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો


SHARE















મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વરીયાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂ હોવાના બાતમી મળીસહતી જેથી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને ૧૪ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૩૦૦ ની કિંમતનો દારૂ કબજે કરે છે અને હાલમાં એક શખ્સ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વરીયાનગર શેરી નંબર ૬ ની અંદર રહેતા ગોપાલભાઈ ઉર્ફે મુન્નો હીરાભાઈ ચાંઉના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને દારૂની ૧૪ બોટલ મળી હતી જેથી પોલીસે ૫૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને હાલમાં ગોપાલભાઈ ઉર્ફે મુન્નો ચાંઉની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે બીજું કાંઈ છે.

 

બીમારીથી કંટાળીને દવા પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ કોળી નામના ૪૮ વર્ષિય આધેડને હરસ-મસાની શારિરીક તકલીફ હોય તેના લીધે તેઓને બીમારીથી કંટાળીને ગઈકાલે દસેક વાગ્યાના અરસામાં શહેરના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલા કોરલ સિરામિક નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેમને સારવાર માટે મંગલમ હોસ્પીટલે ખસેડાયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ચાવડાએ ઉપરોકક બનાવની આગળની તપાસ હાથ ધરી છે.હાલ આધેડે બીમારીથી કંટાળીને ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News