મોરબીથી બદલી પામેલા અધિક કલેક્ટરનું શહેર ભાજપની ટીમે કર્યું સન્માન
હળવદના ચરાડવા પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનારા છકડો રિક્ષાના ચાલક સામે નોંધાયો ગુનો
SHARE
હળવદના ચરાડવા પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનારા છકડો રિક્ષાના ચાલક સામે નોંધાયો ગુનો
હળવદના ચરાડવા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે છકડો રિક્ષાના ચાલકે શ્રમિક પરિવારની નવ વર્ષની બાળકીને હડફેટે લીધી હતી જેથી ગંભીર રીતે ઇજા પામેલ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવમાં મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને પોલીસે છકડો રિક્ષાના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ગઇકાલે હળવદ તાલુકાનાં ચરાડવા પાસે ભારત પેટ્રોલ પંપ પાસે શ્રમિક પરિવારની બાળકી પગપાળા જતી હતી ત્યારે છકડો રિક્ષાના ચાલકે તેને હડફેટે લીધી હતી જેથી માસૂમ બાળકીનું મોત થયું હતું હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના ઓજડ ગામના રહેવાસી અને હાલ ચરાડવા નજીક દેવાદીપ કારખાના પાસે રહેતા રાકેશભાઇ ભૂરીયાસિંગ કોળી (૩૨) ની નવ વર્ષની દીકરી રીનાને છકડો રિક્ષાના ચાલકે ભારત પેટ્રોલ પંપ પાસે હડફેટે લીધી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતક બાળકના પિતાએ રિક્ષા નંબર જીજે ૧૨ વી ૬૧૫૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”