હળવદના ચરાડવા પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનારા છકડો રિક્ષાના ચાલક સામે નોંધાયો ગુનો
મોરબીના બેલા પાસે કારખાનાની ઓફિસમાં જુગાર રમતા ૬ ઝડપાયા
SHARE
મોરબીના બેલા પાસે કારખાનાની ઓફિસમાં જુગાર રમતા ૬ ઝડપાયા
મોરબીના જેતપર રોડ પર આવેલા બેલા ગામ પાસે ક્રિષ્ના પ્રિન્ટ પેક નામના કારખાને ઓફિસમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર સહિત કુલ મળીને ૬ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેમની પાસેથી ૫૧૧૦૦ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના બેલા ગામ પાસે લોડસ હોટલની સામેના ભાગમાં ક્રિષ્ના પ્રિન્ટ એક નામના કારખાનામાં કારખાનેદાર અશ્વિનભાઈ ગોરધનભાઈ પટેલ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર અશ્વિનભાઇ ગોરધનભાઇ પટેલ, હરેશભાઈ મગનભાઈ પટેલ, સંજયભાઈ દેવજીભાઇ પટેલ, રોહિતભાઈ જયંતીભાઈ પટેલ, પાર્થભાઈ રમેશભાઈ પટેલ અને સુરેશભાઈ મગનભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૧૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુનો દાખલ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”