મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનાની ઓફિસમાં જુગાર રમતા ૬ ઝડપાયા


SHARE







મોરબીના બેલા પાસે કારખાનાની ઓફિસમાં જુગાર રમતા ૬ ઝડપાયા

મોરબીના જેતપર રોડ પર આવેલા બેલા ગામ પાસે ક્રિષ્ના પ્રિન્ટ પેક નામના કારખાને ઓફિસમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર સહિત કુલ મળીને ૬ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેમની પાસેથી ૫૧૧૦૦ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના બેલા ગામ પાસે લોડસ હોટલની સામેના ભાગમાં ક્રિષ્ના પ્રિન્ટ એક નામના કારખાનામાં કારખાનેદાર અશ્વિનભાઈ ગોરધનભાઈ પટેલ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર અશ્વિનભાઇ ગોરધનભાઇ પટેલહરેશભાઈ મગનભાઈ પટેલસંજયભાઈ દેવજીભાઇ પટેલરોહિતભાઈ જયંતીભાઈ પટેલપાર્થભાઈ રમેશભાઈ પટેલ અને સુરેશભાઈ મગનભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૧૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુનો દાખલ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News