મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડીમાં ચૂકવી દીધેલ રૂપિયાની ઉઘરાણી કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીના નાની વાવડીમાં ચૂકવી દીધેલ રૂપિયાની ઉઘરાણી કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી નાની વાવડી ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર એલ્યુમિનિયમ બારી ફીટ કરાવ્યા બાદ માલ અને મજૂરીના પૈસા આપી દીધા હતા તેમ છતાં પણ તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરીને બાકી ફીટ કરનારા શખ્સ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો અને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કરે છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રમેશભાઇ હીરાભાઈ ઉભડીયા (ઉંમર વર્ષ ૩૦) ને તે જ ગામની અંદર રહેતા દિપકભાઇ પડસુંબિયાએ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને તેણે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમણીકભાઇએ ફરિયાદ નોંધાવી છે કે તેઓએ દીપકભાઈ પાસે પોતાના ઘરની અંદર એલ્યુમિનિયમની બારી ત્રણ વર્ષ અગાઉ ફીટ કરી હતી જેના તેઓએ માલ અને મજૂરીના પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં પણ દિપકભાઈ તેની પાસે એલ્યુમિનિયમ બારીના રૂપિયાની માગણી કરતા હતા અને તેઓને જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કર્યા હતા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો આટલુ જ નહી ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હાલમાં પોલીસે રમણીકભાઇની ફરિયાદ લઈને દીપકભાઈ પડસુંબિયા સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News