મોરબીમાં કોલસાની આડમાં દારૂની હેરાફેરી : ૧૦૮૦ બોટલ દારૂ કબ્જે, ટ્રક સહિત ૧૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત
SHARE
મોરબીમાં કોલસાની આડમાં દારૂની હેરાફેરી : ૧૦૮૦ બોટલ દારૂ કબ્જે, ટ્રક સહિત ૧૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત
મોરબીની રવાપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એ ડિવિઝન પોલીસની ટીમે કોલસો ભરેલ ટ્રકને રોકીને તેના કાગળો વાહન ચાલક પાસે માગ્યા હતા ત્યારે વાહન ચાલક અને ક્લીનર તેનો ટ્રક રોડ સાઇડમાં છોડીને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે ટ્રકને પોલીસ સ્ટેશને લાવીને ચેક કરતા કોલસાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં ટ્રકમાથી ૧૦૮૦ બોટલ કબજે કરી છે અને દારૂ, ટ્રક અને કોલસા સહિત કુલ મળીને ૧૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રવાપર ચોકડીથી લીલાપર ચોકડી તરફ ટ્રક જઇ રહ્યો હતો ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ટ્રક નંબર આરજે ૪ જીએ ૩૬૭૭ ના ચાલકને અટકાવવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર તેનો ટ્રક રોડ સાઇડમાં પાર્ક કરીને આવીએ છીએ તેમ કહીને રોડની સાઈડમાં ટ્રક પાર્ક કરવા લાગ્યા હતા અને વાહન ચાલક તેમજ ક્લીનર તેનું વાહન છોડીને નાશી ગયા હતા જેથી કરીને આ ટ્રકને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને એક દિવસ સુધી કોઈપણ વ્યક્તિ કાગળ લઈને આવેલ ન હતી જેથી કરીને અંતે ટ્રકની તલાશી લેવામાં આવી હતી ત્યારે ટ્રકમાં લિગ્નાઇટ કોલસો ભરેલો જોવા મળ્યો હતો અને રાજસ્થાની ટ્રકમાં રાજસ્થાનની લિગ્નાઈટ કોલસાની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું અને દારૂની હેરફેરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે આ ટ્રકની તલાશી લેવામાં આવતા ચારે તરફ કોલસો ભરીને વચ્ચે દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો હાલતમાં ટ્રકમાંથી ૧૦૮૦ બોટલ દારૂ મળી આવ્યો છે જેથી પોલીસે ૩.૨૪ લાખનો દારૂ, ૧૦ લાખનો ટ્રક અને ૫૬૦૦૦ નો ક્લ્સો એમ કુલ મળીને ૧૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના રામભાઈ મંઢ દ્વારા ટ્રકના ચાલક તથા ક્લીનર કે જે ભાગી છૂટ્યા છે તે અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”