માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓવરલોડ ટ્રક રોકતા આરટીઓ અધિકારીને “તારાથી થાઇ તે કરી લે” કહીને વાહન હંકારી ગયેલા ચાર શખ્સોની ધરપકડ


SHARE















મોરબી નજીક ઓવરલોડ ટ્રક રોકતા આરટીઓ અધિકારીને “તારાથી થાઇ તે કરી લે” કહીને વાહન હંકારી ગયેલા ચાર શખ્સોની ધરપકડ

મોરબી નજીકના ભરત નગર ગામ પાસે આરટીઓના અધિકારી સહિતની ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી ઓવરલોડ માલ ભરેલ રાજસ્થાની ટ્રક પસાર થઈ રહ્યો હતો જેને રોકીને સરકારી ટેક્સ ભરવાનો બાકી હોવાથી તે ટ્રક આરટીઓ કચેરીએ લઇ જવા કહ્યું હતું ત્યારે ટ્રકના ડ્રાઈવરે ફોન કરીને અન્ય ત્રણ શખ્સોને બોલાવ્યા હતા ત્યાર બાદ ચારેય મળીને આરટીઓ અધિકારીને “ટ્રક આરટીઓ કચેરીએ નથી લેવી તારાથી થાઇ તે કરી લે” તેવું કહીને ટ્રક આરટીઓ ઓફિસે લઇ ગયા ન હતા અને તેની ફરજમાં રૂકાવટ કાઈર હતી જેથી કરીને ભોગ બનેલા આરટીઓ અધિકારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસોની સામે ગુનો નોંધી હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટીંબડી પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં રાધે ટાવરની અંદર રહેતા અપુર્વકુમાર ભગાભાઇ પટેલ (ઉ.૩૫)એ કુશારામ ક્રિષ્ણારામ કુમાર રહે, સોનડી (રાજસ્થાન), ઉદેસિંગ નરાવરસિંગ રાઠોડ રહે. બાંદ્રા (રાજસ્થાન), વનરાજભાઇ આહીર ક્રિષ્ના ટ્રાંસપોર્ટ મોરબી અને એક અજાણ્યો માણસ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કેભરતનગર ગામ પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાથી આરોપી કુશારામ ક્રિષ્ણારામ કુમાર રહે, સોનડી (રાજસ્થાન) ટ્રક નં આરજે ૧૯ જીઇ ૨૬૬૭ લઈને પસાર થતો હતો તેને રોકવામાં આવ્યો હતો અને વાહન ચેક કરવામાં આવતા ટ્રકમાં ઓવરલોડ સામાન ભરેલ હતો તેમજ ગુજરાત રાજ્યમાં ટેક્સ ભરવાનો બાકી હતો જેથી ટ્રકને ડીટેઇન કરી આરટીઓ કચેરી મોરબી ખાતે લેવાનું કહ્યું હતું જેથી કરીને કુશારામ ક્રિષ્ણારામ કુમારે ફોન કરીને વનરાજભાઇ આહીરને બોલાવેલ હતો અને ટ્રકને આરટીઓ કચેરીએ નહીં લઇ જઇ ધરમપુરના ભારત પેટ્રોલીયમ નજીક રોકી દીધો હતો અને બીજા બે શખ્સો ત્યાં આવ્યા હતા આમાં કુલ ચારેય જણાએ “ટ્રક આરટીઓ કચેરીએ નથી લેવી તારાથી થાઇ તે કરી લે” તેમ કહીને સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી અને અધિકારીને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા અધિકારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૧૮૬, ૫૦૪૧૧૪ મુજબ ગુનો નોંધીને હાલમાં આ ગુનામાં કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ (ઉ.૩૬) રહે. સાતલભાખરી (બાડમેર, રાજસ્થાન), ઉદયસિંહ દેરાવરસિંહ રાઠોડ (ઉ.૨૪) રહે.ચન્દોણીયો કેઢાણી બાંદરા (બાડમેર, રાજસ્થાન), વનરાજભાઇ ભાનુભાઇ કવાડીયા જાતે આહિર રહે. શ્રીમત સોસાયટી બ્લોક નં-૨૩, મોરબી અને ગણપતસિંગ પ્રેમશીંગ ચૌહાણ જાતે રાજપુત રહે. હાલ ટીંબડી પાટીયા વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News