મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કોલસાની આડમાં દારૂની હેરાફેરી : ૧૦૮૦ બોટલ દારૂ કબ્જે, ટ્રક સહિત ૧૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત


SHARE











મોરબીમાં કોલસાની આડમાં દારૂની હેરાફેરી : ૧૦૮૦ બોટલ દારૂ કબ્જે, ટ્રક સહિત ૧૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત


મોરબીની રવાપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એ ડિવિઝન પોલીસની ટીમે કોલસો ભરેલ ટ્રકને રોકીને તેના કાગળો વાહન ચાલક પાસે માગ્યા હતા ત્યારે વાહન ચાલક  અને ક્લીનર તેનો ટ્રક રોડ સાઇડમાં છોડીને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે ટ્રકને પોલીસ સ્ટેશને લાવીને ચેક કરતા કોલસાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં ટ્રકમાથી ૧૦૮૦ બોટલ કબજે કરી છે અને દારૂ, ટ્રક અને કોલસા સહિત કુલ મળીને ૧૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રવાપર ચોકડીથી લીલાપર ચોકડી તરફ ટ્રક જઇ રહ્યો હતો ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ટ્રક નંબર આરજે ૪ જીએ ૩૬૭૭ ના ચાલકને અટકાવવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર તેનો ટ્રક રોડ સાઇડમાં પાર્ક કરીને આવીએ છીએ તેમ કહીને રોડની સાઈડમાં ટ્રક પાર્ક કરવા લાગ્યા હતા અને વાહન ચાલક તેમજ ક્લીનર તેનું વાહન છોડીને નાશી ગયા હતા જેથી કરીને આ ટ્રકને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને એક દિવસ સુધી કોઈપણ વ્યક્તિ કાગળ લઈને આવેલ ન હતી જેથી કરીને અંતે  ટ્રકની તલાશી લેવામાં આવી હતી ત્યારે ટ્રકમાં લિગ્નાઇટ કોલસો ભરેલો જોવા મળ્યો હતો અને રાજસ્થાની ટ્રકમાં રાજસ્થાનની લિગ્નાઈટ કોલસાની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું અને દારૂની હેરફેરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે આ ટ્રકની તલાશી લેવામાં આવતા ચારે તરફ કોલસો ભરીને વચ્ચે દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો હાલતમાં ટ્રકમાંથી ૧૦૮૦ બોટલ દારૂ મળી આવ્યો છે જેથી પોલીસે ૩.૨૪ લાખનો દારૂ, ૧૦ લાખનો ટ્રક અને ૫૬૦૦૦ નો ક્લ્સો એમ કુલ મળીને ૧૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના રામભાઈ મંઢ દ્વારા ટ્રકના ચાલક તથા ક્લીનર કે જે ભાગી છૂટ્યા છે તે અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News