મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારે પોલીસ રક્ષણ માંગ્યું


SHARE













ટંકારાના સજનપરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારે પોલીસ રક્ષણ માંગ્યું

ટંકારા તાલુકાના સજનપર ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી ત્યાર બાદ ફરિયાદીએ કલેકટર અને એસપીને રજૂઆત કરીને હાલમાં પોલીસ રક્ષણની માંગ કરી છે

જાણવા મળતી વિગત મુજબ સજનપરના વિજયસિંહ જાડેજાએ રાજપૂત સમાજના આગેવાનોને સાથે રાખીને આગેવાનોને સાથે રાખીને કલેકટર અને એસપીને રજૂઆત કરી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, સજનપર ગામના રે.સ.નંબર ૭૮૦ પૈકી ૮ ની જમીન તા. ૧૩/૬/૧૧ ના રોજ અણદાભાઈ ખાનાભાઈ જાદવ પાસેથી ચૂકતે અવેજ આપીને ખરીદ કરી છે અને જમીન માલિકી અને કબ્જા ભોગવટાની આવેલ હતી જે રેવન્યુ રેકોર્ડમાં નોંધ નંબર ૨૭૦૫ થી પ્રમાણિત થયેલી છે અને જમીન અનુસંધાને પ્રાગજીભાઈ ડાયાભાઇ ભીમાણી, ચીમનભાઈ ડાયાભાઇ ભીમાણીએ જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો હતો જેથી તા. ૫/૪/૨૦૨૧ ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી અને ડી.આઈ.એલ.આર. ની માપણી કરવામાં આવી હતી અને બાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય તેમ હોવાથી જગ્યાનો કબજો ખાલી કરી નાખ્યો હતો અને બાદમાં જગ્યામાં ગેરકાયદેસર કબજો કરી જીરૂ અને ઘઉં વાવી દીધેલ અને ઓરડી બનાવી દીધી હતી જેથી જાન્યુઆરી ૨૨ માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આરોપી પ્રાગજીભાઈ ડાયાભાઇ ભીમાણી અને ચીમનભાઈ ડાયાભાઇ ભીમાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને અરજદાર પોતાની માલિકીની જમીનમાં જઈ સકતા નથી કેમ કે આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપે છે આટલું જ નહીં સ્ત્રીઓની છેડતીના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકીઓ આપે છે જેથી ફરિયાદીએ પોલીસ રક્ષણની માંગ કરી છે






Latest News