મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા જેલ હવાલે: મુખ્ય સૂત્રધાર સહિત ચારના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા જેલ હવાલે: મુખ્ય સૂત્રધાર સહિત ચારના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી ૨૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેની વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીની ટીમે બે મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બે મહિલાને જેલ હવાલે કરવામાં આવી છે અને ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમીયાચોકમાં કિંગ પેલેસના ફલેટ નં.૫૦૨ માં રહેતા રામજીભાઇ હરીભાઇ પરેચા જાતે પટેલ (ઉ-૬૮)ને બે મહિલા સહિત છ શખ્સો દ્વારા શિકાર બનાવવા આવ્યા હતા અને તેની પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરીને ૨૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી (૩૫) રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા જાતે આહિરા વાણંદ (૨૭) રહે. વૃંદાવન-૨ ગોંડલ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ રેણુકા જાતે બારોટ (૩૨) રહે. આમણિયા જિલ્લો વ્યારા, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ બોરાણા જાતે રાવળ (૩૨) રહે. ચોટીલા, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિતભાઇ નાગલા જાતે આહિરા વાણંદ (૩૫) રહે. વૃંદાવન-૨ ગોંડલ, અને ઉષાબેન સંજયભાઈ પટેલ (૪૦) રહે. રામેશ્વર રાજકોટ વાળાની ધરપકડ કરેલ હતી આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે બે મહિલા આરોપીને જેલ હવાલે કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે અને મુખ્ય સૂત્રધાર સહિતના ચાર આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News