મોરબીમાં વિનામૂલ્યે ૧૨૩૬ બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
મોરબીમાં વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી નિકળી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત પણ અન્ય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં દરબારગઢ પાસેના રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી અને રાત્રીના બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ યોજાયો હતો.શહેરના પરસોતમ ચોકમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિર ખાતે પણ મહાઆરતી અને અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે અબોલ જીવ એટલે કે પક્ષીના ચણ માટે ૧૨૦ મણ જેટલા ચણ એકત્રીત કરવામાં આવ્યું હતું.તેમજ મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ ગામે યુવાનો દ્વારા શોભાયાત્રા યોજીને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના અન્ય તાલુકાઓ એટલે કે માળીયા મીંયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા તેમજ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ રામજી મંદિરો ખાતે મહાઆરતીય યોજવામાં આવી હતી અને રામનવમી નિમિતે ઠેર-ઠેર અનેક આયોજનો કરવામાં આવ્યા હતા.