મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, રામધૂન, વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે રામનવમી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ
SHARE
બાળકોમા ધાર્મિક ભાવના કેળવાય તેમજ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર નાના બાળકો માટે વેશભુષા સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા બાળકોએ રામદરબારનો વેશ ધારણ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિજેતા બાળકો સહીત દરેક બાળકોને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કર્યા હતા.દરેક રામભક્તો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા બહોળી સંખ્યામા રામભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારી ગીરીશભાઈ ઘેલાણી, કૌશલભાઈ જાની, મનિષભાઈ પટેલ, હરીશભાઈ રાજા, પોલાભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સી.પી.પોપટ, જયેશભાઈ કંસારા, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.