મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !


SHARE













મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે તે વાત પહેલા તે નિશ્ચિત હતી જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે કલેક્ટર દ્વારા કથાના પ્રારંભ પહેલાં જ બેલા ગામથી લઈને ભરતનગર ગામ તરફ જતા રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં પણ કથા ચાલી રહી છે ત્યારે ભારે વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પોલીસ કર્મચારીઓ પણ જાણે કે મૂક પ્રેક્ષક બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો અને કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની જો અમલવારી કરવાની ન હોય તો શા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની આસપાસ માં અનેક નાના-મોટા સિરામિક ઉદ્યોગ આવી ગયા છે અને ખાસ કરીને મોરબીના પીપળીથી લઈને જેતપર સુધીના વિસ્તારની અંદર લગભગ પોણા બસો કરતા વધુ સિરામિકના કારખાના આવેલા છે જેથી કરીને સતત આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે અને ખાસ કરીને બેલા ગામથી ભરતનગર થઈને નેશનલ હાઈવેને જોડતો રસ્તો નીકળે છે માટે તે રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર પણ વધુ રહેતી હોય છે ત્યારે રામકથાના આયોજન દરમિયાન આવતા હજારો લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે થઇને કલેક્ટર દ્વારા ૮ તારીખથી કથાનો પ્રારંભ થવાનો હતો ત્યાર પહેલાંથી જ આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ્યારે કથા ચાલી રહી છે ત્યારે પણ ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે અને ખાસ કરીને ટ્રકમાં ટાઇલ્સ અને રોમટીરીયલ્સ ભરીને ટ્રકની અવર-જવર થતી હોય છે ત્યારે કથાનું શ્રવણ કરવા માટે આવેલા લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને જો જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાની પણ અમલવારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ન હોય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે








Latest News