મોરબીની સિવિલ હોસ્પિટલ પાસેનો બનાવ : તું મારી લારૂએ આવતો નહીં તેમ કહી યુવાનને કપાળમાં કડુ ફટકાર્યુ
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જીપીસીબીએ ફટકારેલ નોટીસની 25 ટકા રકમ લેખે 150 કરોડ અઠવાડિયામાં ભરવા આદેશ..!
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જીપીસીબીએ ફટકારેલ નોટીસની 25 ટકા રકમ લેખે 150 કરોડ અઠવાડિયામાં ભરવા આદેશ..!
મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ એનજીટીના આદેશ પછી તુર્તજ કોલ ગેસિફાયરનો ઉપયોગ બંધ કરી દીધો હતો જો કે, એનજીટીના આદેશ પછી જીપીસીબીએ 600 કરોડથી વધુનો દંડ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ફટકાર્યો હતો જેથી કરીને તમામ ઉદ્યોગકારો દ્વારા હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી જે કેસમાં દંડની 25 ટકા રકમ ભરવા માટે હાઈકોર્ટે કહ્યુ હતુ તે મુદ્દે હાલમાં જીપીસીબીએ મોરબીના ઉદ્યોગકારોને દંડની 25 ટકા રકમ તાત્કાલિક ભરવા માટે નોટિસ ફટકારી છે.
વર્ષ૨૦૧૭માં નેશનલ એનવાયર્મેન્ટ એન્જીન્યરીંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની ટીમ મોરબી આવી હતી અને તે સમયે ગ્રામ્ય વિસ્તારમાંથી દુષિત પાણી અને માટીના નમુના લેવામાં આવ્યા હતા ત્યારે સિરામિક યુનિટમાં વપરાતા કોલગેસી ફાયરમાંથી નિકળતા કેમિકલયુક્ત પાણી તેમજ ટાર વેસ્ટનો કારખાનેદારો દ્વારા જાહેરમાં આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કોર્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલગેસી ફાયરનો કેસ ચાલી જતા કોર્ટે તમામ કોલ ગેસી ફાયરને બંધ કરવામાં માટે આદેશ કરવામાં આવ્યો હતો જેની અમલવારી ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી હતી જો કે ત્યાર બાદ જીપીસીબી દ્વારા કોલ ગેસિફાયરનો વપરાશ કરનારા દરેક સિરામિક યુનીટને દૈનિક ૫૦૦૦નો દંડ ગણીને વાર્ષિક ૧૮.૫૦ લાખ લેખે જેટલા વર્ષ ગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો લાકડા જેવો દંડ કરવામાં આવ્યો હતો.
જેથી ઉદ્યોગકારો દ્વારા હાઇકોર્ટમાં વ્યકતિગત અરજીઓ ન્યાય મેળવવા માટે કરવામાં આવી હતી જેમાં જીપીસીબી દ્વારા અંતિમ નોટીસ કે સુનાવણી આપ્યા વગર જ જંગી દંડની નોટીસ ફટકારી છે જે કુદરતી ન્યાયના વિરુદ્ધ છે જેથી ન્યાયધીશ હર્ષ દેવાની અને સંગીતા વિશેનનીએ જીપીસીબીની નોટીસ સામે હંગામી સ્ટે અગાઉ આપી દીધો છે જો કે, મોરબી પંથકના સિરામિક ઉદ્યોગકારોને જીપીસીબી દ્વારા જે નોટીસો આપવામાં આવી છે તે અંગે કોર્ટમાંથી હજુ ફાઈનલ કોઈ ચુકાદો આવ્યા નથી પરંતુ કોર્ટે અગાઉ 25 ટકા રકમ ભરવા માટે ઉદ્યોગકારોને જે તે સમયે કહ્યું હતું પરંતુ હજુ સુધી ઉદ્યોગકારો દ્વારા 25 ટકા દંડ ની રકમ જમા કરાવવામાં આવી નથી જેથી કરીને જીપીસીબી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને અગાઉ કરવામાં આવેલા દંડની 25 ટકા રકમ તાત્કાલિક એક સપ્તાહમાં ભરવા માટે નોટિસ આપવામાં આવી હોવા નું હાલમાં સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સિરામિક ઉદ્યોગકારો હાલમાં મંદી અને મોંઘવારીનો માર સહન કરીને માંડ માંડ પોતાના ઉધોગ ચલાવી રહ્યા છે તેવા સમયે દોઢસો કરોડ જેવી રકમ દંડ રૂપે જમા કરાવવાની થતાં ઉદ્યોગકારોમાં હાલમાં દોડધામ મચી ગયો છે.