મોરબી રોટરી ક્લબના રોટેરીયન પરમાર રૂપેશનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્રારા સન્માન
મોરબીની સિવિલ હોસ્પિટલ પાસેનો બનાવ : તું મારી લારૂએ આવતો નહીં તેમ કહી યુવાનને કપાળમાં કડુ ફટકાર્યુ
SHARE
મોરબીની સિવિલ હોસ્પિટલ પાસેનો બનાવ : તું મારી લારૂએ આવતો નહીં તેમ કહી યુવાનને કપાળમાં કડુ ફટકાર્યુ
મોરબીની સિવિલ હોસ્પિટલના ચોકમાં ચાની લારીએ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરવાડ યુવાનના કપાળના ભાગે હાથમાં પહેરેલ કડુ ફટકારી દેવામાં આવતાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઇ ચૌંડા કુંડા જાતે ભરવાડ નામના ૪૦ વર્ષીય યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલના ચોક પાસે આવેલી ચાની લારીએ ચાની લારીવાળા જીવણભાઈ રબારીએ "તું મારી ચાની લારીએ આવતો નહીં" તેમ કહીને ઝઘડો કરી મૂઢ માર માર્યો હતો અને તેઓએ હાથમાં પહેરેલ કડુ રાજુભાઈ ભરવાડને કપાળના ભાગે ફટકારી દીધું હતું જેથી રાજુભાઈને સારવારમાં ખસેડાયા હતા.સારવાર બાદ રાજુભાઈ ભરવાડે જીવણભાઇ રબારીની સામે ફરિયાદ નોંધાવતા તે આધારે ચાની લારીવાળા જીવણભાઈ રબારી વિરુદ્ધ સીટી એ ડીવીજન પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે જે અંગે જયપાલસિંહ આગળની તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ રાજુભાઈ ભરવાડ નશાની હાલતમાં ચાની લારીએ આવતા હોય તે વાતને લઈને ઝઘડો થયો હતો અને ચાની લારીવાળા જીવણભાઈએ નશાની હાલતમાં મારી લારીએ આવવુ નહીં તેમ કહ્યુ હતુ ત્યાર બાદ ઝઘડો થયો હતો.
દવા પી લેતા સારવારમાં
માળીયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા પુરીબેન ખેંગારભાઈ બબારીયા નામના ૫૭ વર્ષીય આધેડ મહિલાએ તેઓના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને પુરીબેન બરારીયાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા હાલ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમા ઘરકામ બાબતે વહુ સાથે બોલાચાલી થયાનું લાગી આવતા તેઓએ પગલુ ભરી લીધુ હોવાનું ખુલ્યુ હતુ અને બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બનેલો હોય બનાવ અંગે આગળની તપાસ અર્થે માળીયા પોલીસને જાણ કરી હતી.જ્યારે કાકાએ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને હળવદના નિકુંજ રાજેશભાઈ શેઠ નામના યુવાન ઉપર બે ઇસમોએ હળવદના લક્ષ્મીનારાયણ ચોક ખાતે હુમલો કરતા નિકુંજભાઇને મોરબી સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના લીલાપર ગામનો રહેવાસી દિનેશભાઈ રમેશભાઈ રાઠવા નામનો ૩૮ વર્ષીય યુવાન રફાળેશ્વર તરફથી પરત ઘરે જતો હતો ત્યારે રફાળેશ્વર નજીકના વરૂડી માતા મંદીર પાસે તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત દિનેશ રાઠવાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામના રહેવાસી રમાબેન લાલાભાઇ બાવાજી નામના ૨૩ વર્ષીય મહિલાને હળવદ ખાતે પગપાળા જતાં સમયે કોઇ બાઈકચાલકે હડફેટે લેતાં ઈજાગ્રસ્ત થયેલા રમાબેન બાવાજીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા જે અંગે જાણ થતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
યુવાનો સારવારમાં
મોરબીના ઉમિયા સર્કલ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી પીન્ટુ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક (૨૩) રહે.ગોકુલનગર અને સાહિલ વિનોદ કડેવાર જાતે દેવીપુજક (૨૨) રહે.શનાળા રોડ મોરબી વાળાઓને છરી વડે કરવામાં આવેલા હુમલામાં ઇજાઓ થતાં બંનેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.જેમાં બહેનને માર મારતા બનેવીને સમજાવવા જતા સમયે ઉપરોકત બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે.