મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળ મજૂરને એનજીઓની ટીમે મુક્ત કરાવ્યા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649761509.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળ મજૂરને એનજીઓની ટીમે મુક્ત કરાવ્યા
મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નીચી માંડલ પાસે સિરામિક કારખાનામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી જેના આધારે જુદીજુદી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી ત્યારે તે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળ મજૂરને મુક્ત કરવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી
મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તારની અંદર ઘણી જગ્યાએ બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તેવું અગાઉ સામે આવી ચૂક્યું છે દરમિયાન બચપન બચાવો આંદોલનને માહિતી મળી હતી કે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે રામેશ્વટ ગ્રેનાઇટો નામના કારખાનાની અંદર બાળ મજૂરી કરવામાં આવી રહી છે જેથી કરીને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ, બચપન બચાવો આંદોલન, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ લાઇનની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાના જુદાજુદા વિભાગોની અંદર બાળ મજૂરો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી બાળ મજૂરોને સરકારી વાહનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવીને આગળની કાર્યવાહી કરી હતી
બચપન બચાવો આંદોલનના શીતલબેન પ્રદીપભાઈએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ કારખાનાની અંદર બાળમજુરો પાસે કામગીરી કરવામાં આવી રહી છે તેવી ફરિયાદ તેઓની દિલ્હી ખાતે આવેલી ઓફિસમાં મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી દરમિયાન અલગ અલગ વિભાગોની અંદર બાળ મજૂરોને કામ કરાવવામાં આવતું હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું તેની સાથે સાથે લેબર કોલોની અંદર તપાસ કરવામાં આવતા એક જ રૂમની અંદર જુદા જુદા રાજ્યોમાંથી આવેલા બાળ મજૂરો મળી આવ્યા હતા જેમની પાસે રાત્રી દરમિયાન કારખાનામાં કામગીરી કરવામાં આવતી હોવાનું તેઓએ જણાવ્યુ છે અને જે બાળ મજૂરોને મુક્ત કરાવાયા છે તેમના ઉંમરના આધાર પુરાવા મેળવીને પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)