મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં પાકીટમારીના પૈસાની ભાગ બટાઈમાં યુવાનની નિર્મમ હત્યા કરનાર બે ને આજીવન કારાવાસ


SHARE













મોરબીમાં પાકીટમારીના પૈસાની ભાગ બટાઈમાં યુવાનની નિર્મમ હત્યા કરનાર બે ને આજીવન કારાવાસ

કોર્ટે ૩૭ મૌખિક અને ૩૪ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને બંને આરોપીઓને ફટકારી આજીવન કારાવાસ

મોરબીના સામાકાંઠા યોગીનગર ધાર વિસ્તારમાં ખાડામાંથી વર્ષ ૨૦૧૮ માં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.જેમાં યુવાન ઉપર છરીના અનેક ઘા ઝીંકીને યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.જે સંદર્ભે તે સમયે પુર્વ સરપંચ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જે તે સમયે પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હતી જેના ઉપર મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા ચાર વર્ષના અંતે કોર્ટ દ્વારા બંને આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૮ માં એટલે કે ગત તા.૧૭-૬-૨૦૧૮ ના રોજ મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીની પાછળ આવેલ યોગીનગર વિસ્તારમાં ધાર ઉપર મામાદેવના મંદિર નજીક ખાડામાંથી યુવાનની લાશ મળી આવી હતી.યુવાનના પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના અનેક ઘા મારીને યુવાનની નિર્મમ હત્યા કરાયેલી લાશ જેતે સમયે મળી આવી હતી.જેને પગલે પોલીસે સ્થળ પર જઈને તપાસ તજવીજ હાથ ધરી હતી અને દરમિયાનમાં મૃતક યુવાનની ઓળખ થઈ હતી અને મૃતકનું નામ મહેશભાઈ મુન્નાભાઈ બધૂરિયા (ઉંમર વર્ષ ૨૦) હોવાનું ખુલ્યું હતું.

બાદમાં પોલીસે બનાવના તાણાવાણા જોડવાનું શરૂ કરતાં ખૂલ્યું હતું કે મૃતક મહેશ બધુરીયાની હત્યા તેની સાથે જ રહેતા અજય ઉર્ફે ચીનો જગદીશ રાવળદેવ રહે.મૂળ નેપાળ બનાવ સમયે રહે.રાજકોટ અને શૈલેષ ઉર્ફે તિતલીપોપટ રણછોડભાઈ ચાવડા રહે.રાજકોટ વાળાઓએ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન ખુલ્લુ હતું કે મૃતક મહેશ બધુરીયા, અજય રાવળદેવ અને શૈલેષ ચાવડા ત્રણેય મિત્રો હતાં અને ખીસ્સા કાપવાનું કામકાજ કરતા હતા.વર્ષ ૨૦૧૮ માં તેઓએ જેતપુરથી રાજકોટ આવતા સમયે ટ્રેનમાં કોઈ મુસાફરનું પાકીટ માર્યુ હતું અને પાકીટમાંથી રૂપિયા ૮૦૦૦ મળી આવ્યા હતા.જે લઈને તે ત્રણેય મોરબીના સામાકાંઠે યોગીનગરમાં ધાર વિસ્તારમાં આવેલ ગુલામભાઈ અલીભાઈ કટીયાના ભાડાના મકાનમાં આવ્યા હતા અને અહીં ત્રણેયની વચ્ચે તે રૂપિયાની ભાગ બટાઇને લઈને બોલાચાલી ઝઘડો થયો હતો.

જે દરમિયાનમાં અજય ઉર્ફે સચીનો જગદીશ રાવળદેવ અનેે શૈલેષ ઉર્ફે તિતલીપોપટ રણછોડભાઈ ચાવડાએ મહેશ બધુરીયાની નિર્મમ હત્યા કરી નાંખી હતી.જેમાં શૈલેષ ચાવડાએ મૃતક મહેશને પાછળથી પકડી રાખ્યો હતો અને અજય રાવળદેવે મહેશને પેટના ભાગે દશ જેટલા છરીના ઘા ઝીંક્યા હતા અને શરીરના અન્ય ભાગે પણ છરીના ઘા ઝીંકીને મહેશ બધુરીયા (૨૦) ની નિર્મમ હત્યા નીપજાવી હતી અને બાદમાં પુરાવાઓનો નાશ કરવાના ઈરાદે મૃતક મહેશની લાશને ઓરડીની બાજુમાં આવેલા ખાડામાં ફેંકી દીધી હતી અને ઓરડીમાંથી કપડાં વડે લોહીના ડાઘા સાફ કરીને પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો.

જો કે ઉપરોક્ત કલમ ૩૦૨, ૨૦૧, ૩૪ અને જીપી એકટ ૧૩૫ મુજબનો કેશ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી.ઓઝાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા રજૂ કરાયેલા ૩૭ જેટલા મૌખીક સાક્ષી પુરાવાઓ અને ૩૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓને કોર્ટે ધ્યાનમાં લીધા હતા અને ધાક બેસાડતો દાખલારૂપ ચુકાદો કોર્ટે આપ્યો હતો.હાલમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી.ઓઝા દ્વારા આરોપી અજય રાવળદેવ અને શૈલેષ ચાવડા નામના બંને આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.








Latest News