મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળ મજૂરને એનજીઓની ટીમે મુક્ત કરાવ્યા
વિપક્ષ-સામાન્ય જનતાનો અવાજ દબાવીને ભાજપ અહંકારનું રાજકારણ કરે છે: શક્તિસિંહ ગોહિલ
SHARE
વિપક્ષ-સામાન્ય જનતાનો અવાજ દબાવીને ભાજપ અહંકારનું રાજકારણ કરે છે: શક્તિસિંહ ગોહિલ
રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને ત્યારે તેઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને આજે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલ ઉપર જેટલા પણ કેસ હતા તેમાં મળેલા જજમેન્ટના કનવેકશનનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેના ઉપર સ્ટે મૂક્યો છે તે બાબતને લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને ભાજપ દ્વારા અહંકારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે તેવી તેમણે આક્ષેપ કર્યો હતો
રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીના બેલા પાસે ખોખરા હનુમાન મંદિરે ચાલતી રામકથામાં આવ્યા હતા દરમિયાન તેઓએ મોરબીના શનાળા રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે વર્તમાન સમયની અંદર ગુજરાત અને દેશની અંદર ભાજપ દ્વારા જે અહંકારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને સામાન્ય લોકો કે પછી વિપક્ષ અવાજ ઉઠાવે તો તેને દબાવી દેવામાં આવે છે તેને લઈને આક્ષેપો કર્યા હતા
તેની સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ ઉપર જેટલા પણ કેસ ગુજરાતમાં કરવામાં આવ્યા હતા તેના મળેલા જજમેન્ટના કનવેકશનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જોકે સુપ્રીમ કોર્ટે તેના ઉપર સ્ટે મુક્યો છે જે વાતને લઈને તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને મોરબી જિલ્લા માટે અગાઉ પેટા ચૂંટણી સમયે સરકારી મેડિકલ કોલેજ આપવાની વાત કરવામાં આવી હતી અને હાલમાં ખાનગી મેડિકલ કોલેજ આપવા માટેની ગતિ વિધિ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓના લાભ માટે સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને સાથોસાથ આગામી સમયમાં અહંકારી ભાજપ સરકારની સામે લોકોના હિત માટે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું પણ તેઓએ કહ્યું છે