મોરબી અધિક કલેક્ટર દ્રારા ગુજકેટ પરીક્ષા સંદર્ભે બહાર પાડવામાં આવ્યું જાહેરનામુ
મોરબીમાં ૫૧ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપી જમીન મુક્ત
SHARE
મોરબીમાં ૫૧ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપી જમીન મુક્ત
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પકડવામાં આવેલા આરોપીની જમીન અરજી મૂકવામાં આવી હતી તે ગુનામાં આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા છે
જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી કાજારિયા લેમીનેટ પ્રા.લી.નાં મેનેજરે સરમાઈકાની ૫૧ લાખની શિટો નેપાલ ટ્રક મારફતે મોકલાવેલ હતી જે આરોપી ટ્રક ડ્રાઈવરે નેપાલ નહિ પહોંચાડી છેતરપીંડી અને વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે આરોપી કિશનસિંહ રાજેશસિંહ રામાંશંકરની ધરપકડ કરવામાં આવેલી હતી. જે કામે મોરબીના વકીલ બી.કે. ભટ્ટ તથા જી.ડી.વરિયાએ આરોપીની જામીન અરજી નામદાર સેશન્સ અદાલત સી.જી.મહેતાની કોર્ટમાં દાખલ કરેલી હતી અને વકીલ ધારદાર દલીલ, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને લઇ આરોપી કિશનસિંહ રાજેશસીંહ રામાશંકરને આરોપી સામે પ્રાઇમાફેસી કેસના હોઈ ફરિયાદમાં આરોપીની નામના હોઈ, આરોપીને રૂપિયા ૨૫,૦૦૦ જામીન અને ભારત દેશની હદ અદાલતની પરવાનગી વગરના છોડવા અને પુરાવા સાથે ચેડાં નહિ કરવાની શરતે જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.