મોરબીમાં ૫૧ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપી જમીન મુક્ત
હળવદમાં દૈનિક કેટલું પાણી જોઈએ અને કેટલું પાણી આવે તેની ચીફ ઓફિસરને જ ખબર નથી !
SHARE
હળવદમાં દૈનિક કેટલું પાણી જોઈએ અને કેટલું પાણી આવે તેની ચીફ ઓફિસરને જ ખબર નથી !
સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં પાણી વિતરણ કરતી સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીને તેના વિસ્તારમાં કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી આવે છે તેની ખબર જ હોય છે જો કે, હળવદ પાલિકાના ચીફ ઓફિસરને એ જ ખબર નથી કે કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી આવે છે તો પછી આમાં વિતરણ વ્યવસ્થાની ગાડી કેવી રીતે પાટે ચડે તે સૌથી મોટો સવાલ છે
હળવદના કેટલાક વોર્ડમાં પાણી નિયમિત રીતે આપવામાં આવતું નથી જેથી લોકો પાણી માટે હેરાન છે ત્યારે આ મુદે ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેણે હાસ્યસ્પદ કહી શકાય તેવા જવાબો આપતા કહ્યું હતું કે, હળવદમાં દૈનિક કેટલા પાણીની જરૂરિયાત છે અને કેટલૂ પાણી મળે છે તેની કોઈ આંકડાકીય માહિતી તેઓની પાસે નથી અને તેને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેટલઈક સોસાયટીઓમાં નિયમિત રીતે પાણીની સ્પ્લાઈ થતી નથી જો કે, તે સોસાયટીમાં પાણીના ટેન્કરો દોડાવવામાં આવે છે પણ બે સોસાયટીના ૩૦૦ જેટલા મકાનોમાં પાણીના ટેન્કરથી પાણી પૂરું પાડી ન શકાય તે સ્વભાવિક છે જેથી કરીને લોકોને નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા નગરપાલિકા કોઈપણ ભોગે કરે તે જરૂરી છે