મોરબીમાં પુરવઠાના અધિકારીઓની આવડત કે બેદરકારીના લીધે લોકો હેરાન
SHARE
મોરબીમાં પુરવઠાના અધિકારીઓની આવડત કે બેદરકારીના લીધે લોકો હેરાન
મોરબીમાં પુરવઠા વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય તેમ છે જેથી કરીને હાલમાં અન્ન નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર દ્વારા પુરવઠા વિભાગના નિયામકને અધિકારીઓની બેદરકારી મુદે રજૂઆત કરવામાં આવી છે અને લોકો પુરવઠાના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયેલ છે ત્યારે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે
મોરબીમાં રહેતા પુર્વ સલાહકાર અન્ન નાગરીક પુરવઠા પી.પી.જોષીએ હાલમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના નિયામકને મોરબી જીલ્લાનુ નાગરીક પુરવઠા તંત્ર ખાડે ગયું છે અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ હોવાની રજૂઆત કરવામાં આવી છે અને તેને જણાવ્યુ છે કે, શહેરમાં ઘણા સમયથી ધણી જ દુકાનો અન્ય દુકાનદારો પાસે ચાર્જમાં ચાલે છે છતા તેમનુ કોઇ જાહેરનામુ બહાર પાડવામાં આવતું નથી તે તપાસનો વિષય છે, મોરબી સીટી મામલતદાર ઓફીસ તાજેતરમાં ચાલુ કરેલ પરંતુ ત્યા આવક કે જાતીના અન્ય દાખલાની કામગીરી થતી નથી અને બે ઓપરેટર અને નાયબ મામલતદાર ઓફીસ ચલાવવામા આવે છે માટે લોકો હેરાન થાય છે, સસ્તા અનાજની દુકાનોમા પોટીબેલીટી એટલે સરકારે જાહેર કરેલ કે ત્યા ગમે તે દુકાનદાર પાસે રાશન મેળવી શકો પરંતુ આ નિયમનો ખુલેઆમ ભંગ થાય છે અને અધિકારીઓ કોઇ પગલા લેતા નથી
નિયામક અન્ન અને નાગરીક પુરવઠાએ તા. ૧૦.૦૨.૨૦૨૧ ના રોજ પરીપત્ર જાહેર કરેલ કે વધુ પડતા રાશન કાર્ડ હોયતો તેનુ વિભાજન કરવુ પણ છતા આજદિન સુધી તેનો અમલ થયેલ નથી . અને મોરબી સીટીમા અન્નપુર્ણા યોજના સરકારે જાહેર કરેલ જેના નિયમોનુસાર ફોર્મ ભરવાના હોય છે જે ચાર્જ ગરીબ માણસોએ છ મહીના થયા છતા આવી અરજીનો નિકાલ થયેલ નથી આવી એનએસએફની અરજીનો તાત્કાલીક નિકાલ કરવો જોઇએ જેથી ગરીબોને આ લાભ મળતો ચાલુ થાય છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતની ભાજપ સરકાર ગરીબો પાછળ કરોડો રુપિયા અનાજ પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીની અને આવડત કે બેદરકારી કે મીઠી નજર હોય તેવું સ્પષ્ટ જણાય છે જો આવુ ન હોય તો ચાર્જમાં રહેલી દુકાનો ના શા માટે જાહેરનામા બહાર પાડવામાં આવતા નથી ? આ વિસ્તારની પ્રજા પુરવઠાના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયેલ છે છતા અધિકારીના પેટનું પાણી હલતુ નથી માટે તમામ પ્રશ્નોને ઉકેલવા માટે માંગ કરી છે