મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સાળાને માર મરનારા બનેવી સહિત ત્રણ શખ્સોની ધરપકડ


SHARE









મોરબીમાં સાળાને માર મરનારા બનેવી સહિત ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીમાં બહેન રિસામણે હોવાથી બનેવી સાથે સમાધાનની વાતચીત કરવા માટે ગયેલા સાળા અને તેના કૌટુંબિક ભાઇ ઉપર બનેવી તેમજ બનેવીના ભાઈ સહિત ત્રણ શ્ખ્સોએ હુમલો કર્યો હતો અને બનેવીના ભાઈએ યુવાન અને તેના કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીકયા હતા જેથી સારવાર લીધા બાદ યુવાને તેના બનેવી સહિત ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં શોભેશ્વર રોડ ઉપર રહેતા પટુભાઈ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક (૨૩)એ તેના બનેવી ભુપતભાઈ નાગજીભાઈ, બનેવીના ભાઈ પપ્પી નાગજીભાઈ અને કમલેશ બાબુભાઈ કુંઢીયા રહે. બધા જ પાપાજી ફનવર્લ્ડ સામે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેના બહેનને થોડા દિવસ પહેલા તેના બનેવીએ માર માર્યો હતો જેથી સમાધાનની વાતચીત કરવા માટે પટુભાઈ કડેવાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ઉમિયા સર્કલ પાસે ગયા હતા ત્યારે બનાવીએ તેને ગાળો આપી હતી જેથી ફરિયાદી યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા બનેવીના ભાઇ પપ્પી નાગજીભાઈએ તેની પાસે રહેલી છરી વડે પટુભાઈ કડેવારને માથાના ભાગે, સાથળના ભાગે અને થાપામાં ઇજાઓ કરી હતી તેમજ તેની સાથે રહેલા તેના કૌટુંબિક ભાઇ સાયર વિનોદભાઈને ડાબા પગે જાંઘ ઉપર અને ડાબી સાઇડના થાપા ઉપર છરી વડે ઈજા કરી હતી અને આરોપી કમલેશ બાબુભઈ કુંઢીયાએ ફરી અને તેના કૌટુંબીક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પટુભાઈ શાંતિભાઈ કડેવારે તેના બનેવી સહિતના ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી જાતે દેવીપૂજક (૩૬) અને પપ્પી નાગજીભાઈ વિકાણી જાતે દેવીપૂજક (૩૩) રહે. પાપાજી ફનવર્લ્ડ સામે તેમજ કમલેશ બાબુભાઈ કુંઢીયા જાતે દેવીપૂજક (૨૬) રહે. કુળદેવી પાન પાછળ વાળાની ધરપકડ કરેલ છે 




Latest News