મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબી જિલ્લાના ૧૨ સહિત રાજ્યના ૭૭૬ બાળકોએ ૩૧.૪ લાખની સહાય અર્પણ કરતાં મુખ્યમંત્રી


SHARE











મોરબી જિલ્લાના ૧૨ સહિત રાજ્યના ૭૭૬ બાળકોએ ૩૧.૪ લાખની સહાય અર્પણ કરતાં મુખ્યમંત્રી

 કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દર્શાવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ. સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર૯મી મે એ જાહેર થયેલી ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના"નો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી છે 

કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને પ્રતિ બાળક દરમહિને ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧.૪ લાખ રૂપિયા “એટ વન કલીક” મુખ્યમંત્રીએ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, અમદાવાદમાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪, જૂનાગઢ-ર૮, ડાંગના-૧૧, તાપીના-૧૭, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-૧૩, નર્મદાના-૧ર, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, પાટણ-રર, પોરબંદર-૧૧, બનાસકાંઠા-ર૧, બોટાદ-૧૩, ભરૂચ-૧૯, ભાવનગર-૪ર, મહિસાગર-૯ તેમજ મહેસાણા-રર, મોરબી-૧ર, રાજકોટ-પ૮, વડોદરા-૩ર, વલસાડ-ર૬, સાબરકાંઠા-૩૬, સુરત-ર૯ અને સુરેન્દ્રનગરના-૧૬ મળી કુલ ૩૩ જિલ્લાના ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી. 

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે પાંચ બાળકોને કીટ પણ આ અવસરે અર્પણ કરી હતી ત્યારે વિજયભાઈ રૂપાણીએ આ બાળકો સાથે આવેલા તેમના પાલક વાલી સાથે પણ સંવેદના સભર સંવાદ કરી બાળકોના દિવંગત માતા પિતા વિશે પૃચ્છા કરી હતી આમ રાજ્યના ૩૩ જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”નો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને ૪,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે

જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. અને ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું ગાંધીનગરથી લોન્ચિંગ કરાવતાં કહ્યું કે નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે અને બાળક ભાવિ નાગરિક છે એના ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર આ યોજનાથી નિરાધાર બાળકની પાલક બની છે આટલું ક નહિ જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે કે માતા- પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે

 તેમણે કેન્દ્રની પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશમાં કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે PM Cares ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી રાજ્ય સરકારે પણ નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને ૪,૦૦૦ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આદર્યો છે તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું અને અંતમાં નિરાધાર બનેલા ૭૭૬ બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ આપી હતી આ તકે સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, મુખ્યમંત્રીના  મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આદિજાતી કમિશનર દિલીપ રાણા નિયામક નાચીયા અને અધિકારીઓ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News