મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાતીપ્લોટના “અચ્છે દિન”, ૨૦ કરોડના ખર્ચે કરવામાં આવશે કાયાપલટ: બ્રિજેશ મેરજા


SHARE











મોરબીના લાતીપ્લોટના “અચ્છે દિન”, ૨૦ કરોડના ખર્ચે કરવામાં આવશે કાયાપલટ: બ્રિજેશ મેરજા

મોરબી શહેરમાં સૌથી વધુ ટેક્ષ આપવા છતાં પણ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં સારી સુવિધાઓ આપવામાં આવતી ન હતી જેથી કરીને સ્થાનિક ઉદ્યોગકારોને પરાવરા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેવામાં ગત પેટા ચૂંટણી સમયે આપવામાં આવેલ વચનને પૂરું કરીને આ વિસ્તારમાં સિમેન્ટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે સરકારમાથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ૨૦ કરોડનું અલગ પેકેજ મંજુર કરવામાં આવ્યું છે જેથી કરીને હવે લાતી પ્લોટના “અચ્છે દિન” આવશે તેવું ઉદ્યોગકારો કહી રહ્યા છે

મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળ સહિતના ઘણા કારખાના આવેલા છે જેમાં લગભગ ૨૦ હજાર જેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે આ નાના ઉદ્યોગકારોને દર વર્ષ ખાસ કરીને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જો કે, હવે તે ભૂતકાળ બની જશે અને “અચ્છે દિન” આવશે ટેઉ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી મોરબી માળીયા વિધાનસભા બેઠેલની પેટા ચૂંટણી વખતે ઉદ્યોગકારોને લાતી પ્લોટની કાયાપલટ કરવા માટેનું વચન આપવામાં આવ્યું હતું જેને ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા પાળી બતાવવામાં આવ્યું છે અને લાતીપ્લોટમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ૨૦ કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં વર્ષો જુનો પ્રશ્ન હતો જેની મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ કલોક એસો.ના આગેવાનોએ રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્યએ પ્રભારી સૌરભભાઈ પટેલ સાથે વિગતે ચર્ચા કરી હતી જેથી વહેલી તકે સીસી રોડ અને સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેન નાખીને પ્રશ્ન તાકીદે ઉકેલ માટે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર સાથે પરામર્શ કરીને સ્થાનિક કાઉન્સીલરની પ્રશ્ન ઉકેલવા પ્રયત્નો શરુ કર્યા હતા જેમાં લાતી પ્લોટ મેઈન રોડ, ક્રોસ રોડ અને અંદરની શેરીઓ સહીત તમામ રસ્તાઓ માટે ૧૫ કરોડના ખર્ચે બનાવવા મંજુર કરાયા છે અને ૪.૫૩ કરોડના ખર્ચે લાતી પ્લોટના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઈપ નાખવામાં આવશે

સરકારી, મંત્રી અને ધારાસભ્યનો આભાર: શશાંક દંગી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કારખાનેદારો સુવિધા ઝાંખી રહ્યા હતા ત્યારે પેટા ચૂંટણી પહેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દ્વારા લાતી પ્લોટની કાયાપલટ માટે વચન આપવામ આવ્યું હતું અને હાલમાં ૨૦ કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે ત્યારે મોરબી કલોક &પાર્ટ્સ એશો. દ્વારા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ તથા ધારાસભ્ય  બ્રિજેશ મેરજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે મોરબી કલોક &પાર્ટ્સ એશો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી દ્વારા લાતી પ્લોટનો અંદાજે ૨૦વર્ષ જૂનો રોડ રસ્તાઓનો પ્રશ્ન ઉકેવા માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને આવકારવામાં આવ્યો છે અને લાતી પ્લોટના રસ્તા માટે સરકારે સ્પેશ્યલ પેકેજ આપતા કલોક ઉદ્યોગકારોમાં ખૂબ જ આનંદની લાગણી વ્યાપી ગઈ છે વધુમાં મોરબી કલોક એશો.ના પ્રમુખ શશાંક દંગીએ આ જાહેરાતના સંદર્ભએ સૌરભભાઈ ફાટેલા અને બ્રિજેશ મેરજા તેમજ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે અને ઝડપથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ત્વરિત કામ ચાલુ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News