મોરબીમાં ઇન્ડીયન લાયોનેસ ક્લબના પ્રમુખ સહિતના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો
SHARE
મોરબીમાં ઇન્ડીયન લાયોનેસ ક્લબના પ્રમુખ સહિતના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આગામી વર્ષ ૨૦૨૨-૨૩ ના નવા પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવા માટે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ઇન્ડિયન લાયોનેસ કલબના પ્રમુખ પદે નયનાબેન બારા તેમજ તેની ટીમમાં વાઈસ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, રંજનાબેન શારડા, સેક્રેટરી પુનમબેન હિરાણી, જ્યોતિબેન વિઠલાપરા, કામીનીબેન સિંગ તેમજ ટ્રેઝરર તરીકે પુનીતાબેન, ચેતનાબેન અને મનીષાબેન, સીનીયર કાઉન્સીલર તરીકે ધ્વ્નીબેન મારસેટી, પ્રોજેક્ટ ડીરેક્ટર તરીકે પ્રફુલાબેન સોની, કવિતાબેન મોઢાની, રૂપલબેન પટેલ, નીશીબેન બંસલ, પ્રજ્ઞાબેન ગોસ્વામી અને પૂર્વીબેન શાહ તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે માનસીબેન હિરાણી, પુજાબેન પારેખ, હીનાબેન પંડ્યા, પુષ્પાબેન કારિયા અને અન્ય સભ્યોએ શપથ લીધી હતી આ તકે નેશનલ કલબ ચેરમેન ધીમંતભાઈ શેઠ શપથગ્રહણ પુરોહિત તરીકે હાજર રહ્યા હતા અને અતિથી વિશેષ તરીકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, સ્ટેટ પ્રેસિડેન્ટ વિજયાબેન કટારીયા, સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ ધીરૂભાઈ સુરેલીયા અને સેક્ટર ચેરમેન સુરેશભાઈ કટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને નીલકંઠ વિધાલયના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ અતુલભાઈ જોષી, ભુપતભાઈ રવેશિયા સહિતના હાજર રહ્યા હતા તેમ ક્લબ માજી પ્રમુખ પ્રીતીબેન દેસાઈ અને માજી સેક્રેટરી મયુરીબેન કોટેચાએ જણાવ્યુ છે.