મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સીટી મામલતદાર કચેરીમાં અરજદારોની સાથે ગેરવર્તન ! સરકારને બદનામ કરતાં અધિકારી સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબી સીટી મામલતદાર કચેરીમાં અરજદારોની સાથે ગેરવર્તન કરીને સરકારને બદનામ કરતાં અધિકારી સામે પગલાં લેવાની માંગ

મોરબીમાં સીટી મામલતદાર કચેરીને બે મહિના પહેલા ચાલુ કરવામાં આવી છે અને ત્યાં બેસતા નાયબ મામલતદાર દ્વારા અરજદારોની સાથે ગેરવર્તન કરવામાં આવે છે જેથી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી આ મુદે હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારને બદનામ કરતાં અધિકારી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા પૂર્વ સલાહકાર અન્નનાગરીક પુરવઠા પી.પી.જોષીએ કલેકટરને સીટી પૂરવઠા નાયબ મામલતદાર એ.બી.રાઠોડની ગેરવર્તન બાબત લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, સીટી મામલતદાર ઓફીસ તાજેતરમાં ચાલુ કરવામાં આવેલ છે ત્યા ફરજ બજાવતા પુરવઠા નાયબ મામલતદાર એ.બી.રાઠોડની વાણી અને વર્તન ઘણું જ ખરાબ છે અને અરજદારોને સંતોષકારક જવાબ આપતા નથી અને પોતાની પેઢી હોય તેવુ વર્તન કરે છે અને અરજદારોના અન્નપુર્ણા યોજનાના ફોર્મ સ્વીકારતા ન હોય તે બાબતે મામલતદારને રજૂઆત કરી હતી જેથી મામલતદારે ફોર્મ લેવાની સુચના આપેલ હતી તો પણ તા.૧૩/૪ ના રોજ અરજદારો ફોર્મ આપવા ગયેલ અને ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું અને ફોર્મ સ્વીકારેલ નહી અને પી.પી.જોશી જ્યારે આ મુદે તેને મળવા માટે ગયા ત્યારે અધિકારીએ તમારે મને કોઈ રજુઆત કરવી નહી તમારાથી થાય તે કરી લેજો અને મારી સામે ન લખાય તેવા વાણી વીલાસ કરેલ ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પાછળ ખર્ચે કરે છે પરંતુ આવા કર્મચારીને કારણે સરકાર બદનામ થાય છે ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે








Latest News