મોરબીના ભાવપર ગામના યુવાનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા સારવારમાં
મોરબીના ટીંબડી, મહેન્દ્રનગર, ઘુંટુ અને પીપળી ગામમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા અધિકારીને પદાધિકારીઑઑ તતડાવ્યા
SHARE
મોરબીના ટીંબડી, મહેન્દ્રનગર, ઘુંટુ અને પીપળી ગામમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા અધિકારીને પદાધિકારીઑઑ તતડાવ્યા
મોરબીના ટીંબડી, મહેન્દ્રનગર, ઘુંટુ અને પીપળી ગામમાં પાણીનો સી હે જેને ઉકેલવા માટે ચાર દિવસ પહેલા સૂચના આપવામાં આવી હતી તો પણ અધિકારી દ્વારા નક્કર કામ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને ટીંબડી ગામ પાસે આવેલ પાણીના સંપે જઇને બેદરકાર અધિકારીને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણીએ તત્ડાવ્યા હતા અને તાત્કાલિક લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સૂચના આપી હતી
મોરબી તાલુકાનાં ટીંબડી, મહેન્દ્રનગર, ઘુંટુ અને પીપળી ગામમાં પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે જેથી કરીને તેને ઉકેલવા માટે કાર્યપાલક ઇજનેરની હાજરીમાં નીચેના અધિકારીને સૂચના આપવામાં આવી હતી તો પણ અધિકારી દ્વારા લોકોનો પાણી પ્રશ્ન ઉકેવા માટે લેશમાત્ર કામગીરી કરવામાં આવી ન હતી જેથી કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોર અને ભાજપના આગેવાન જીગ્નેશભાઈ કૈલા ટીંબડી ગામ પાસે આવેલ પાણીના સંપે પહોચ્યા હતા અને પાણીનો પ્રશ્ન ઉકેલવામાં બેદરકારી રાખનારા અધિકારીને ઉગ્ર રજુઆત કરીને પાણીનો પ્રશ્ન નહીં ઉકેલતા તતડવી નાખતા હતા
મોરબીના ટિંબડી ગામે બાપપાસ પાસે આવેલા પાણીના સંપમાંથી મહેન્દ્રનગર, ટિંબડી, પીપળી અને ઘુંટું સહિતના ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. જો કે, પાણી પૂરતા પ્રમાણમા આપવામાં આવતું નથી જેથી કરીને ગામની મહિલાઓને પાણી માટે હેરાન થવું પડે છે જેની ફરિયાદો આવતી હોવાથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અન ભાજપના આગેવાને પાણીની સમસ્યા ઉકેલવા માટે સૂચના આપી છે ત્યારે અધિકારીએ કહ્યું હતું કે, વર્તમાન મશીનથી ઉપરોક્ત ગામોને પાણી પૂરતા પ્રમાણમા આપવું શક્ય નથી ત્યારે પદાધિકારીએ કહ્યું હતું કે, વીજ મોટર નવી મૂકવી કે પછી મોટી મુકવી તે તમારે નક્કી કરવાનું છે પણ લોકોને કોઈ પણ ભોગે પાણી પૂરતા પ્રમાણમા મળતું રહેવું જોઈએ