મોરબીના ભાવપર ગામના યુવાનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા સારવારમાં
SHARE
મોરબીના ભાવપર ગામના યુવાનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા સારવારમાં
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ભાવપર ગામે રહેતો મોસીનભાઈ ભીખાલાલ રાઉમાં નામનો ૨૪ વર્ષનો યુવાન ચોટીલાથી પરત વાંકાનેર તરફ આવતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા ડાબા પગના ભાગે ગંભીર ઇજા સાથે તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં રહેતા ભૂમિકાબેન ચંદુભાઈ ફુલતરીયા પટેલ નામની ૨૬ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતી હતી ત્યારે તેમનું બાઈક સ્લીપ થઈ જતા ભૂમિકાબેનને ઇજાઓ થવાથી તેણીને સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામનો રહેવાસી હરેશભાઈ ધારાભાઈ દેગામા નામનો ૨૨ વર્ષનો યુવાન સરંભડા ગામેથી પરત ઘરે સુંદરૂભવાની જતો હતો ત્યારે રસ્તામાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા હરેશ દેગામાને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પીટલે લવાયો હતો. જ્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતો જાબીરહુસેન ઇબ્રાહીમભાઇ માથકિયા નામનો ૨૮ વર્ષનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે લજાઈ નજીક તેના બાઇકની આડે કૂતરૂ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા થતા જાબીરહુશેનને અહીંની સિવિલે સારવારમાં લવાયો હતો. માળિયા મિંયાણાના મોટા દહીંસરા ગામના રહેવાસી અભિજીતસિંહ મનુભા જાડેજા નામનો ૪૪ વર્ષનો યુવાન વાહન લઈને જતો હતો ત્યારે નાના દહીંસરા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવારમાં અહિંની સિવિલે લવાયો હતો.
ઝેરી દવા પીતા સારવારમાં
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા અંબારામભાઈ પોપટભાઈ સવસાણી નામના ૪૫ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતી ઝરીનાબેન સલીમભાઈ પરમાર નામની ૧૬ વર્ષીય સગીરાએ કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”