મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી
SHARE
મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી
છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રોડ સહિતની સમસ્યાઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી હતી જો કે, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હતુ અને હાલમાં નવા રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષથી અહીના લોકો કાદવ કીચડમાં ચાલવા માટે મજબૂર હતા ત્યારે ચકાચક રોડ બની જવાથી વર્ષો જૂની સમસ્યામાથી મુકિત મળી છે