મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે રાજકીય-સામાજિક આગેવાનોને કરાયા સન્માનીત


SHARE













મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે રાજકીય-સામાજિક આગેવાનોને કરાયા સન્માનીત

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ બાળવિદુષી પ.પૂ. રત્નેશ્વરી દેવીજી ના વ્યાસાસને અનેરુ આયોજન કરવામા આવ્યુ છે ત્યારે જુદાજુદા ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે અને કૃષ્ણજન્મોત્સવ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ.

મોરબીના જલારામ મંદિરે મહીલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રઘુવંશી રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી નગર પાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા પંચાયત  વિરોધ પક્ષ નેતા નયનભાઈ અઘારા, રાજકીય અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુ, રઘુવંશી રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી, રાજકીય અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મેસરીયા આપા જાલા જગ્યાના મહંત મગ્નીદાસબાપુ, અયોધ્યાપુરી રામજી મંદિરના મહંત ભુષણજીબાપુ, શાસ્ત્રીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે જલારામ મંદિરના ટ્રસ્ટી પ્રતાપભાઈ ચગ ની સુપુત્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ-મોરબી જીલ્લા પંચાયત), શ્વેતાબેન ઠક્કર (સદસ્ય-પાટડી નગરપાલીકા), વાંકાનેર નગરપાલીકા પ્રમુખ- જયશ્રીબેન સેજપાલ, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મિબેન સેજપાલ, જસદણ નગરપાલીકા ચેરમેન સોનલબેન ઠક્કર, મોરબી નગરપાલીકા સદસ્ય મેધાબેન પોપટ તેમજ સુરભીબેન ભોજાણી સહીતની નારી શક્તિનુ સંતો મહંતોની ઉપસ્થિતીમા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નવીનભાઈ રાચ્છ સહિતના હાજર રહ્યા હતા અને તા.૨૯-૪ ને શુક્રવાર રાત્રે ૯ કલાકે રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યા સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સહયોગથી યોજવામા આવશે. તે કાર્યક્રમ દરેક ભક્તજનોને સમયસર સહપરિવાર પધારવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવેલ છે.








Latest News