મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે રાજકીય-સામાજિક આગેવાનોને કરાયા સન્માનીત
મોરબી શહેર ભાજપના કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં મિટિંગ યોજાઇ
SHARE
મોરબી શહેર ભાજપના કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં મિટિંગ યોજાઇ
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપના કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોના આયોજન માટેની મીટીંગ રાખવામા આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપના પ્રદેશના આગેવાન પ્રદીપભાઈ વાળા, જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી શહેર ભાજપના પ્રભારી ઘનશ્યામભાઈ, રજનીભાઈ તેમજ જિલ્લાના ઉપપ્રમુખ, મંત્રી, મોરબી શહેર ભાજપ સંગઠનના હોદેદારો, આગેવાનો તેમજ પાલિકાના કાઉન્સિલરો તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપ ભાઈ અને ભાવેશભાઈ કંઝારીયાએ કર્યું હતું